________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૫૩ ] એટલે દરેક આત્મા પરમાત્મારૂપ બની શકે, છતાં યેગ્ય કેળવણની જ ખામીથી પરમાત્મા જેવું સ્વરૂપ ઢંકાઈ રહે છે, તેને પ્રગટ કરવા પ્રયત્ન કરે જરૂર છે. તેમાં બનતી મદદ કરવી તેના જેવું પારમાર્થિક કાર્ય ભાગ્યે જ બીજું હોઈ શકે. - પ. ઇંદ્રિયદમન, કષાયનિગ્રહ, હિંસાદિ પાપવૃત્તિને ત્યાગ તથા મન, વચન અને કાયા ઉપર પૂરતે કાબૂ રાખવારૂપ સંયમ કહે કે આત્મનિગ્રહ જ સર્વ પ્રકારની ઉન્નતિનું પ્રબળ સાધન સમજી સ્વપરઉન્નતિના અથજનેએ તેમાં પ્રમાદરહિત યથાયોગ્ય આદર કરવો ઘટે.
૬. ઇંદ્રિયાદિની પરવશતાથી અજ્ઞાની જીવ ખરા પારમાર્થિક સુખથી બેનસીબ રહે છે, પરંતુ ઇંદ્રિયદમનાદિ સંયમગે સહેજે ખરું પારમાર્થિક સુખ પ્રાપ્ત કરી શકાય છે. ૭. આત્મસંયમ જ ખરા સુખની ચાવી છે.
૮. શરીરાદિકની મમતાવડે આત્મસંયમ ખેવાય છે અને મમત્વ-ત્યાગથી સંયમ રક્ષાય છે.
૯ ઇંદ્રિયપરવશતાદિથી સ્વવીર્યને વિનાશ-વિનિપાત થવાથી શરીર કમજોર થવા પામે છે અને તેમાંથી થતી પ્રજા પણ નમાલી-નિર્બલ બને છે.
૧૦ સ્વવીર્યનું સંરક્ષણ કરવા ઈચ્છનારે વિચાર, વાણું અને આચાર( વર્તન )માં યથાર્થ પવિત્રતા સાચવવી અથવા તે સાચવવા માટે મન, વચન, કાયાની મલિનતા ટાળવા પૂરતી કાળજી રાખવી.