________________
[ ૧૦ ]
શ્રી કપૂરવિજયજી અવગુણ પ્રત્યે કરે, માન–અહંકાર કરે તે પ્રમાદાદિક શત્રુઓને પરાભવ કરી મળેલી તકની સાર્થકતા કરવા સાવચેતી રાખવા માટે જ કરે, માયા-કપટ કેળવે તે પિતાની ખરી ઉન્નતિમાં અપાય-વિઘ કરનારા દોષ–દુર્ગણોને વટાવી દેવા પૂરતી જ કરે અને લેભ કરે છે જેથી જન્મમરણને ભય દૂર થાય એવી સાધનસંપત્તિ પ્રાપ્ત કરી લેવા નિમિત્તે જ કરે. જેથી સ્વકર્તવ્યનું ભાન ભૂલાય અને કર્તવ્યભ્રષ્ટ થવાય એવા કોઈ પણ માદક પદાર્થનું સેવન વિવેકાત્મા ન જ કરે. આ ટૂંકી જિંદગીના અમૂલ્ય સમને આળસ વધારવામાં ખચી ન જ નાંખે, પણ તેને પોતાનાથી બની શકે તે સારામાં સારો ઉપગ કરે, જેથી સ્વપરહિતની રક્ષા સાથે તેમાં દિનપ્રતિદિન વધારો જ થાય એવું અભિનવ જ્ઞાન (વિજ્ઞાન) જાતે મેળવવામાં, મેળવેલું અન્ય અથી જનેને આપીને વધારવામાં, તેને ફેલાવો કરવામાં, સત્સંગનો લાભ લેવામાં, સંશયનું સમાધાન કરવામાં અને મંદ મતિ જીને સ્વકર્તાવ્ય સમજાવી તેમને કર્તવ્યપરાયણ કરવામાં પોતાના અમૂલ્ય સમયને વીતાવે. ફૂલડાં ઝરે અથવા અમૃત વર્ષે એવી મીઠી-મધુરી હિતકારી સત્ય વાણું પ્રસંગને લક્ષી ગર્વ રહિત અને સ્થિરબુદ્ધિથી વિચારીને વદે, સર્વ પ્રાણીવર્ગને નિજ આત્મા સમાન લેખી પિતાનાથી બને તેટલી તેમની અનુકૂળતા સાચવે અને અન્ય જનોને એવું જ હિત આચરણ કરવા શીખવે. શુદ્ધ બ્રહ્મચર્ય જાતે પાળવા તથા તેને ઉત્તમ પ્રભાવ શ્રોતાવર્ગને સમજાવી તેઓ તેમાં રત થાય તે પ્રયત્ન કરવા તત્પર બને છે. બ્રહ્મચર્ય જ ચારિત્રનું મૂળ અધિષ્ઠાન છે, એમ પોતે સારી રીતે સમજે અને તેને મહિમા અન્યને સમજાવે. માયા, મમતાને દૂર કરી દે.