________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫ ] ૫. મેરુ ( સુવર્ણગિરિ ) ઉપર ઊગેલું તૃણ પણ સુવર્ણ તાને પામે છે તેમ સત્સંગના પ્રભાવથી જીવનું સદભાગ્ય જાગે છે.
૬. ગમે તેવાં મલિન ( મેલાં ) પાણી પણ ગંગા નદીમાં ભળવાથી ગંગાજળ તરીકે મનાય છે–સેવાય છે તેમ સત્સંગના પ્રભાવથી ગમે તેવા દુરાચારી પણ સુધરી સદાચારી બને છે.
૭. જળબિંદુ સમુદ્રમાં ભળવાથી જેમ અક્ષય થાય છે તેમ સંતચરણમાં આત્માર્પણ કરવાથી તદ્રુપ થવાય છે.
૮. જેમ ભમરીના ચટકાથી ઈયળ મટીને ભમરી બની જાય છે તેમ સંત પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમથી સંતરૂપ થવાય છે.
૯. સ્વાતિ નક્ષત્રનું જળબિંદુ, છીપલીના સંગથી, સાચા મેતી રૂપ બને છે તેમ સંત પ્રત્યે સાચા હૃદયની પ્રીતિભક્તિથી જડતા દૂર થઈ જાય છે અને આત્મા સગુણમય બની જાય છે.
૧૦. જેમ જાંગુલી મંત્રથી વિષધરાદિકનું વિષ ઊતરી જાય છે તેમ સંત-સાધુ જનેની ધર્મ–આશિષવડે દારિદ્ર-દુઃખ દૂર જાય છે અને નવજીવન પ્રગટે છે.
૧૧. સંત મહાત્મા ધર્મ–દેવ હોઈ સદા ય સેવવા યોગ્ય છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૫૩.]