________________
[ ૪૦ ]
શી કપૂરવિજયજી આપણાં દિલમાં દયા ગુણ ખીલવવા શાક્ત સરલ
ને સુગમ ઉપાય. સાધુ હોય કે ગૃહસ્થ હોય પણ પાપાચરણથી બચવા માટે ધર્મ–કમ ( વ્યવહારિક કામ ) કરતાં સુખના અથી દરેક જને હાલતાં-ચાલતાં, બેસતાં-ઊઠતાં, શયન-સંથારો કરતાં, સંભાષણ કરતાં તેમ જ ભેજન પ્રમુખ કિયા કરતાં જયણાજીવદયા અવશ્ય પાળવી જોઈએ. સર્વ જીવને આત્મ સમાન ( પિતાના પ્રાણ જેવા ) લેખનાર સાધુજનોને એવા પ્રસંગે જયણા પાળવી સુલભ છે મોહવિકળ એવા ગૃહસ્થ જનો અભ્યાસવડે ધારે તો તેવી જયણા થોડા ઘણા અંશે પાળી શકે છે અને તે અભ્યાસ પાડવે જરૂરનો પણ છે. અભ્યાસથી શું થઈ શકતું નથી ? ખંતભર્યા અભ્યાસથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આપણું બેદરકારીથી કોઈના પ્રાણની હાનિ ન થાય તે માટે જરૂર લક્ષ રહેવું જોઈએ. બીજા જીવોનું હિત થાય એમ સાવધાનપણે હલન, ચલન, શયન, આસન, ભજન, ભાષણદિક કરતાં સ્વહિત અવશ્ય સધાય છે, પણ સ્વાર્થોધપણે તે પ્રત્યેક કામ કરતાં બેદરકારી રાખવાથી સ્વપરહિતને હાનિ જ થવા પામે છે. ગમે તેવા શુદ્ર (લઘુ) જંતુના જીવિતને અંત કરવાને કઈને હક્ક કેમ હોઈ શકે ? તેમ છતાં જે કોઈ સ્વછંદતાથી પરના પ્રાણનો અંત કરે-કરાવે છે તેને તેનાં કડવાં ફળ ભેગવ્યા વગર છૂટકે નથી. આપણે જે પુન્યસામગ્રીનો વેગ પામ્યા છીએ તેને સાર્થક કરવા, તેને બને તેટલો સદુપયોગ જ કરવું જોઈએ. હિંસાદિક દુષ્કૃત્યથી દૂર જ રહેવું જોઈએ, મન અને ઈન્દ્રિયોને કબજે રાખવાં જોઈએ,