________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૪૩ ] પસંદ કરવાં જોઈએ કે જેથી ત્યાંનું ઉત્તમ વાતાવરણ પણ તન-મન ઉપર સારી અસર કરી શકે.
૧૩. નાના મોટા સહુએ સ્વચ્છતા અને સુઘડતા જરૂર રાખતાં શિખવું જોઈએ કે જેથી સ્વપર અનેકને લાભ થઈ શકે.
૧૪. ખરી ભૂખ વગર રસેંદ્રિયવશ થઈને ખાવું તે જોખમવાળું છે. ૧૫. અજીર્ણ છતાં અન્ન લેવાથી તે વિષરૂપ થાય છે.
૧૬. પ્રસન્નચિત્ત રહેવાથી અશાંતિ ઉપજતી નથી અને આંતરશાંતિ અનુભવાય છે, તેમ જ દુઃખ માત્ર દૂર થાય છે. ૧૭. કલુષિત ચિત્ત કરવાથી શાંતિને લેપ થાય છે.
૧૮. અતિ સ્નિગ્ધ-માદક પદાર્થના અધિક સેવનથી ચિત્તવૃત્તિ બગડે છે, કામેન્માદ પ્રગટે છે અને વીર્યને વિનાશ થવાથી શરીર નિ:સત્વ બને છે–
નિવાઈ જાય છે, પણ માફકસર ખાનપાનથી સ્વવીય જળવાઈ રહે છે.
૧૯ અતિ વિષયાસક્તિથી વીર્યને અત્યંત વિનાશ થાય છે.
૨૦. ક્રોધ-દ્વેષાદિક તાપથી લેહી બધું તપી જઈ ખરાબ થઈ જાય છે.
૨૧. હીણી–નબળી બતથી પણ બહું અનિષ્ટ પરિણામ આવે છે.
૨૨. ખરી દિલસોજીવાળું વચન અમૃતની ગરજ સારે છે.
૨૩. અતિ શેક, સંતાપથી લેહીનું પાણી થઈ જાય છે, મુખ ફિક્કુ કે શ્યામ પડી જાય છે અને અકાળ મૃત્યુ થાય છે.