________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૪૯ ] અહિંસા, સંયમ તથા તાલક્ષણ ધર્મ ઉપર દઢ આસ્થા-શ્રદ્ધા રાખનાર શ્રાવકેન આચાર-વિચાર કે સરસ -કલ્યાણકારી જોઈએ તે સંબંધી આલોચના જેમના અંતરમાં થઈ શકતી હોય તેમને આ અમારું કથન ઉપગી સમજાશે.
૧. કઈ પણ પ્રકારના કુવ્યસનથી શ્રાવક માત્ર દૂર રહેવુંદૂર રહેવા પૂર્ણ કાળજી રાખવી.
૨. બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને યથાર્થ સમજી તજવા જરૂર ખપ કરો.
૩. રાત્રિભેજનને તે સદંતર ત્યાગ કરવો, લોકિક શાસ્ત્રમાં પણ તેનું મોટું પાપ ગયું છે.
૪. શરીરમાં રોગ પેદા થાય અને મન મલિન થાય એવાં ભ્રષ્ટ ખાનપાનથી સદંતર દૂર રહેવું. - પ. શરીર નિરોગી રહે અને મન નિર્મળ થતું જાય તેવાં પવિત્ર ખાનપાનનું નિયમિત સેવન કરવું. દેખાદેખીથી પરદેશી બ્રણ વસ્તુઓ ખાનપાનમાં વાપરવાને પ્રચાર વધતું જાય છે તે જરૂર દૂર કરે.
દ. પરહિતચિંતવનરૂપ મૈત્રી, પરદુઃખભંજન કરવારૂપ કરુણ, પરસુખ જાણું સંતોષ ધરવારૂપ પ્રમોદ અને પરદેષની ઉપેક્ષા કરવારૂપ માધ્યસ્થતા આદર્યા વગર સ્વશ્રેય થવાનું નથી.
૭. પાયા વગર ઈમારત ન હોય તેમ ઉપરોક્ત સદ્દભાવના વગર ધર્મ–આચરણ સફળ હોઈ શકે જ નહિ.