________________
[ ૫૦ ] .
શ્રી કરવિજયજી ૮. આપણાં વહાલાં સંતાન–બાળકની ઉન્નતિની ખાતર આપણું વર્તન સુધારવાની જરૂર છે જ.
૯. ઉત્તમ લક્ષ રાખી યથાશક્તિ આપણી નિયત ફરજ બજાવવાથી જ આપણું સિદ્ધિ છે.
૧૦. ખરા કર્તવ્ય પ્રત્યે દુર્લક્ષ રાખી ઘાંચીના બળદની પેઠે વારંવાર ફર્યા જ કરવાથી કલ્યાણ થઈ ન શકે.
૧૧. ચિન્તામણિ રત્ન સમાન શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને યથાર્થ ઓળખવા બહુ જ મુશ્કેલ છે.
૧૨. પરમ કલ્યાણકારી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે પૂર્ણ આદર છે તે તે અત્યંત દુર્લભ છે.
૧૩. તેથી જ આપણે તથા પ્રકારની યોગ્યતા કહો કે પાત્રતા પ્રાપ્ત કરવાની અને વધારવાની બહુ જ અગત્ય છે.
૧૪. ન્યાય-નીતિ-પ્રામાણિકતાથી વ્યવસાય, સત્ય માટે ટેક, વડીલે પ્રત્યે ઉચિત આદર-સન્માન, નાના કે દુઃખી પ્રત્યે દયા–અનુકંપા, અને કામ, ક્રોધાદિક દુષ્ટ અંતરંગ શત્રુઓ પ્રત્યે પૂર્ણ કટાક્ષ-તિરસ્કારાદિ માર્ગાનુસારીપણાના ૩૫ બેલેને ઠીક અભ્યાસ કરવાથી સારી પાત્રતા મેળવી શકાય છે.
૧૫. પરંતુ તે તરફ તદ્દન દુર્લક્ષ રાખી કેવળ ધૃષ્ટતા (ધીઠાઈ) આદરવાથી તે ઊલટી હાનિ થવા પામે છે.
૧૬. આપણું મન, વચનાદિક યુગ નિર્મળ થતા જાય તે પ્રયત્ન સદા ય સેવ.