________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૪૭ ] વિદેશી દવામાં જેટલા પ્રવાહી પદાર્થ આવે છે તેટલામાં પ્રાય: દારુને ભેગ તે સાથે હોય છે જ. તે સિવાય કોડલીવર-ઑઈલ એક જાતની માછલીના કલેજાનું તેલ છે ઈત્યાદિ બ્રણ વસ્તુઓ વાપરવા કરતાં ધર્મને બાધ ન આવે એવી દેશી, ચોખ્ખી વસ્તુઓને જ દવામાં ઉપયોગ કર ઉચિત લેખાય. વળી વિદેશી વસ્તુઓ કરતાં સ્વદેશી વસ્તુ જ આપણા શરીરને વધારે માફકસર આવે એ દેખીતું છે. કદાચ વિદેશી વસ્તુના ઉપયો ગથી ક્ષણભર રેગશાંતિ દેખાય, પણ કંઈક વખત તે તે નવું તૂત પણ ઊભું કરે છે જ્યારે વિવેકસર સ્વદેશી ચેમ્પી વસ્તુના ઉપયોગથી તે રોગ નિર્મૂળ થવા પામે છે.
૨. ઘણાખરા રેગે તે રસલંપટતાથી પેદા થાય છે અને તે વળી કુપચ્યથી જ વધે છે. એવા વધતા જતા રોગને અંત લાવવાની ઈચ્છાવાળાએ તેવી રસલંપટતા તથા કુપસેવનથી દૂર જ રહેવું જોઈએ. આ મુદ્દાની વાત તરફ લેક ઘણી જ બેદરકારી રાખી વખતેવખત અનેક પ્રકારના વ્યાધિઓના ભેગા થઈ પડે છે.
૩. એકબીજાએ એઠાં કરેલાં અન્ન પાણું ખાવાપીવાથી, એકબીજાની મોઢાની લાળ એકબીજાનાં પેટમાં જવાથી, એક બીજાના વ્યાધિઓને ચેપ લાગે છે. તેથી પણ કઈક વખત અચાનક વ્યાધિઓ પેદા થાય છે અને ઉપર જણાવેલી માઠી રૂઢી તજવામાં ન આવે ત્યાં સુધી તેવા રેગની પરંપરા વધતી જ જાય છે. તેથી એ કુરૂઢી પણ અવશ્ય તજી દેવી જોઈએ.
૪. આરોગ્ય ઈચ્છનારે જેમ બને તેમ ઉન્માદક વસ્તુનું સેવન નહિ કરતાં પ્રકૃતિને અનુકૂળ આવે એવું સાદું અને સાત્વિક ખાનપાન જ કરવું જોઈએ.