________________
[ કર ].
શ્રી કરવિજયજી ૩. શુદ્ધ હવા, પાણી અને પ્રકાશ જે સ્થળમાં સહેજે મળે એવું સુંદર નિર્દોષ સ્થળ રહેવા માટે પસંદ કરવું જોઈએ.
૪. ગંદકી કે દુર્ગધીથી દૂષિત સ્થાન ન હોવું જોઈએ. ૫ વસ્ત્રાદિક સાદાં પણ સ્વચ્છ રાખવાં જોઈએ.
૬. જેમ કાટ લોઢાને ખાઈ જાય છે તેમ આળસ-પ્રમાદ-- એદીપણું પણ શરીરને બગાડી નાંખે છે.
૭. શરીરને સારી રીતે કસતા રહેવું જોઈએ, જેથી તે સુખશીલ બની રોગગ્રસ્ત થઈ ન જાય.
૮. જે સુખશીલ બની રહેલ હોય છે તે કંઈ પણ રેગાદિક કષ્ટ પ્રાપ્ત થતાં, તાપમાં સુકમળ પુષ્પની જેમ ચીમળાઈને દુઃખી થાય છે.
૯ જે પ્રથમથી જ શરીરને સારી રીતે કસી રાખે છે તે ગમે તેવા કષ્ટપ્રસંગે પણ ઠીક ટકી શકે છે.
૧૦. ગમે તેવા રોગાદિક વિષમ પ્રસંગમાં જે કોઈ મનનું સમતોલપણું સાચવી શકે છે તેના ઉપર ગમે તેવા દુષ્ટ ગાદિક માઠી અસર કરી શકતા નથી.
૧૧. રોગ કરતાં ચિંતા કરવાથી વધારે વિનાશ થવા પામે છે તેથી જ ચિંતાને ચિતા કરતાં અધિક ગણું છે. ચિંતા કરવાથી શરીરનું લેહી ઓછું થાય છે.
૧૨. હવાફેર કે પાણીફેર કરવા ઈચ્છનારાઓએ શંત્રુજય, ગિરનાર, આબૂ કે શિખરજી જેવાં સ્થળે અનુકૂળતા મુજબ
*