________________
[ ૩૮ ]
શ્રી કપૂરવિજયજી ઘાતક આચરણે વડે મુગ્ધ-અજ્ઞાન છે બાપડા પિતાને મળેલી અમૂલ્ય તકને, કહે કે સ્વજીવનશક્તિને વ્યર્થ ગુમાવી ઊલટા અધિક દુઃખી બને છે, માટે માદક પદાર્થોનું સેવન (મદ્ય), વિષયાસક્તિ, ક્રોધાદિક કષાય, આલસ્ય અને વિકથાદિકને દૂર તજી, સદ્ધર્મકળાવડે આપણે સ્વજીવનશક્તિને ખીલવવી ઘટે. તેથી જ અંતે અનંત સુખશાંતિ પ્રસરે છે.
(આ. પ્ર. પુ. ૧૭, ૬, ૧૪૮.) મૂંગાં પણ ઉપયોગી જાનવરો પ્રત્યે અનુકંપા અથવા દયા દાખવવાની આપણી ફરજ.
મૂંગા પણ અનેક પ્રકારે ઉપગી જાનવરે પ્રત્યે આપણું વર્તન વિવેકથી સુધારવાની જરૂર છે. ગાય, ભેંશ, બળદ અને બકરી પ્રમુખ પ્રાણીવર્ગ પ્રત્યે સ્વાર્થવશતાથી (પિતાનો સ્વાર્થ સધાતો હોય ત્યાંસુધી ) સારું વર્તન ચલાવાય છે ખરું, પરંતુ
જ્યારે સ્વાર્થ સરી જાય છે ત્યારે તે તે પ્રાણવર્ગને પૂર્વ ઉપકાર વિસારી મૂકી ક્યાં તો તેને પાંજરાપોળમાં પધરાવી દેવાય છે, અથવા તે કસાઈલેકને વેચાતાં આપી દેવામાં આવે છે. આવું વર્તન અનુચિત અને અન્યાયી જણાય છે. કસાઈલકોને ઉપરોક્ત નિર્દોષ પ્રાણુઓ વેચાતાં આપવાં એ તે તદ્દન નિર્દયતાનું કામ છે, તેમ જ ઉપકારને બદલે અપકાર કરવા જેવું છે. તે પ્રાણીઓનું તેમની જિંદગીપર્યત કૃતજ્ઞતાથી પાલન-પોષણ જાતે જ કરવાને બદલે પાંજરાપોળમાં મૂકી દેવાં તે પણ પાંજરાપિળને ખર્ચ વધારી મૂકી તેને બેજારૂપ થવા બરાબર છે.
પાંજરાપોળમાં તો કેવળ પાંગળાં, લાં, લંગડાં, અશક્ત