________________
[ ૩૬ ]
શ્રી વિજયજી પ્રમુખ સહજ સ્વાભાવિક આત્મસમૃદ્ધિ પ્રાપ્ત કરી તેની રક્ષા તથા પુષ્ટિ કરી શકીએ, અને અનેક અજ્ઞાન જીવોને ઉન્માર્ગે જતાં જે જે અનર્થ ( દુઃખી થાય છે તે સારી રીતે નિ:સ્વાર્થપણે સમજાવી, તેમને અસત્ય માર્ગથી પાછા વાળી, સન્માર્ગે જેડી શકીએ તેવી જીવનશક્તિનું સંરક્ષણ કરવાની આપણું સૌથી અગત્યની ફરજ છે.
જેમ અનુકૂળ રાકથી શરીરનું આરોગ્ય સચવાય છે અને પ્રતિકૂળ ખોરાકથી શરીરનું આરોગ્ય બગડે છે, જેમ ન્યાય, નીતિ ને પ્રામાણિકતાભર્યા વ્યાપાર-વ્યવસાયવડે લક્ષ્મીની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ થઈ શકે છે અને અન્યાય, અનીતિ ને અપ્રમાણિક આચરણથી તેનો વિનાશ જ થાય છે તેમ સદ્દભાવનાવાળા પવિત્ર વિચાર, ઉચ્ચાર અને આચારવડે આપણું જીવનશક્તિનું રક્ષણ અને પોષણ થવા પામે છે, અને તેવી જ રીતે વિરોધી ભાવનાયુક્ત મલિન વિચાર, વાણું અને આચારવડે તેનો નાશ પણ થાય છે, એમ સમજી સુજ્ઞ જનેએ સદા ય મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યથ્યિ જેવી ઉત્તમ ભાવનાઓ વડે પિતાનાં અંત:કરણને ભાવિત કરી નાખવું જોઈએ, તેમજ પોતાના વિચાર, ઉરચાર અને આચારને પણ જેમ બને તેમ અધિક ઉન્નત બનાવવા પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. જીવનશક્તિને ખીલવવાને અને તેને સાર્થક કરી લેવાને એના જેવો સરલ, સુગમ ઉપાય ભાગ્યે જ હોઈ શકે. જેમ જેમ જીવનશક્તિનો સન્માર્ગે વિવેકથી વ્યય કરવામાં આવે છે તેમ તેમ છૂપાઈ–ઢંકાઈ રહેલી જીવનશક્તિ પ્રગટ થઈ તેમાં વધારો જ થતો જાય છે. જીવનશક્તિ એ સ્વાભાવિક આત્મબળ છે અને જે તેને ખીલવવા