________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૫ ] ઉચિત અને આવશ્યક છે એમ દઢ પ્રતીતિ (શ્રદ્ધા) થાય અને આપણું બળ-વયે પહોંચે તેટલા પ્રમાણમાં તે તે સદુપાયે પ્રમાદરહિત આદરી–આદરવા દઢ નિશ્ચય કરી દઢ પ્રયત્નને તેમાંથી અમેઘ-અચૂક ફળ મેળવી શકીએ, એ વાત સ્પષ્ટ છે.
સમાધિમરણ-આરાધકપણાની ઈચ્છા રાખી તે મુજબ સદ્વર્તન સેવવા નિજ પુરુષાર્થ ફેરવનારા સજજન તો થોડા જ વખતમાં જન્મમરણના ફેરા ટાળી અક્ષય-અવિનાશી પરમાનંદ મક્ષપદ પામી શકે છે, પરંતુ પૂર્વના પુનેગે પ્રાપ્ત થયેલી આ બધી દુર્લભ સામગ્રીને વિષય-કષાયાદિક સ્વેચ્છાચારવડે નિષ્ફળ-નિરર્થક કરી નાંખી કરેલાં દુષ્કૃત્યેવડે જે મુગ્ધ (અજ્ઞાની) જને પશુ જેવી નીચી ગતિમાં જન્મ ધારણ કરે છે તેમના હાથમાંથી જે અમૂલ્ય તક સરી ગઈ તે ગમે તેવાં ભારે કષ્ટ સહન કરવા છતાં પણ પાછી મળવી અત્યંત દુર્લભ છે. તેથી જ મન અને ઇંદ્રિયને લગામમાં રાખી, અવળે રસ્તે જતાં અટકાવી, સવળ–સાચે રસ્તે દોરી આપણું ઉન્નતિ સાધવામાં જ ઉપયોગી બનાવવા ઉચિત છે.
(આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૯૯. ) સ્વજીવનશક્તિ Vitality નો વ્યર્થ વ્યય
કરતાં અટકો કરકસર એ બીજો ભાઈ છે.” ઉડાઉ પણું ન કરવું વિગેરે શાણુ શિખામણને અર્થશાસ્ત્રમાં જેમ ઉપયોગ કરીને લક્ષમીને નાહક વ્યય થતો અટકાવવામાં આવે છે, તેમ જેના વડે આપણે આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણતા