________________
[ ૩૪ ]
શ્રી કપૂરવિજયજી
મેળાપ, તેમની સાથે નિર્મળ−નિ:સ્વાર્થ પ્રેમ-પ્રીતિ, તેમનાં એકાંત હિતવચન( ઉપદેશ )માં ઊંડી શ્રદ્ધા( આસ્થા ) અને તે મુજબ વર્તન કરવા ઉજમાળતા ( પુરુષાર્થ )—આ સઘળાં આપણું ભવિષ્ય સુધારી લેવાનાં શ્રેષ્ઠ સાધન મળેલાં છે, છતાં જો આપણે તેને લાભ ન લઇ શકીએ અને અનેક પ્રકારનાં અસદાચરણા સ્વેચ્છા મુજબ સેવી, મળેલેા અમૂલ્ય સમય નકામે વીતાવી દઇએ, ઐહિક સુખમાં જ રચ્યાપચ્યા રહીએ, પરલાંકની ( પરભવની ) દરકાર જ ન કરીએ, મન અને ઇંદ્રિયાને તદ્ન મેાકળાં જ મૂકી દઇએ, તેમને સ્વેચ્છા મુજબ ચાલવા દઇ, બધી રીતે પાપ-અનથ જ પોષણ કરીએ અને પ્રાસસામગ્રીના કંઇ પણ સાગ ન જ કરીએ, તેા આપણે આત્મદ્રોહી યા આત્મઘાતી જ લેખાઇએ, કેમકે તેથી સ્વપરહિત કરવાની અમૂલ્ય તક ફોગટ ગુમાવી સ્વેચ્છાચારવડે આપણને નીચી ગતિમાં જ જવુ પડે, જ્યાં અતિ ઘણુા કાળ કેવળ દુ:ખી હાલતમાં જ પસાર કરવા પડે, તેમ છતાં જે અમૂલ્ય તક આપણે મૂર્ખાઈથી સ્વચ્છંદપણે ચાલવામાં ગુમાવી હાય તે અપાર કષ્ટ સહન કરવા છતાં પુન; પામવી અતિ મુશ્કેલ થઈ પડે. ધારો કે આ માનવભવમાં આપણે મળેલી પુન્યસામગ્રીના કશા રુડા ઉપયેગ કરી આપણે સ્વપરહિત આચરણુવડે સંચેલા પુન્યયેાગે ઊંચી ગતિ પામી શકીએ. વૈમાનિક દેવ તરીકે કે જેમાં ત્રિકાળ સંબંધી જ્ઞાન આખી જિંદગી સુધી રહે એવું રુડું અવિધિજ્ઞાન જ્યાં વિદ્યમાન હૈાય એવા ગમે તે દેવનિકાયમાં જન્મ પામીએ તે આપણું ભવિષ્ય સુધારવાને કેવા કેવા ઉપાય ચૈાજવાની ખાસ જરૂર છે તેનું આપણને સાક્ષાત્ ( પ્રત્યક્ષ ) ભાન થાય, તેથી તે તે ઉપાય આદરવા