________________
[ ૩૨ ]
શ્રી કપૂરવિજયજી
ખરા નિ:સ્પૃહી જ્ઞાની ગુરુની ખરા દિલથી સેવા-ઉપાસના કરવાથી, ક્ષમા-સમતા, મૃદુતા-નમ્રતા, ઋજુતા–સરળતા અને સતાષાદિક સગુણા સારી રીતે આદરવાથી તથા વિચાર, વાણી અને આચારમાંથી મલિનતા ટાળી શુદ્ધિ કરવાથી સંયમની પ્રાપ્તિ, રક્ષા અને અભ્યાસખળથી વૃદ્ધિ થાય છે. એ જ સુખ, શાંતિ પ્રાપ્ત કરવાની, તેને ટકાવી રાખવાની તેમ જ તેની અભિવૃદ્ધિ કરવાની ખરી ચાવી છે અને તેથી જ તે દરેક ભવ્ય આત્માને અવશ્ય આદરવા યેાગ્ય છે.
પૂર્વોક્ત હિતકારી સુખદાયક સંયમમા ને અનાદર કરી જીવ ો સ્વચ્છ દપણું હિંસા, અસત્ય, ચારી, જારી પ્રમુખ પાપમાર્ગમાં જ રચ્યાપચ્યા રહે, મનગમતા શબ્દાદિક વિષયમાં રાગ–આસક્તિ અને અણુગમતા વિષયે પ્રત્યે દ્વેષઅરુચિ કરતા રહે, ક્રોધાદિક કષાયાગ્નિને ઠારવા શાન્ત કરવાને બદલે તે પ્રખળ થાય તેવાં આચરણ કર્યા કરે અને મન, વચન તથા કાયાને, કહેા કે વિચાર, વાણી અને આચારને શુદ્ધ-પવિત્ર બનાવવાને બદલે મિલન બનાવતા રહે તે તે અસંયમવડે પરિણામે દુ:ખ અને અવનતિમાં જ આવી પડે. સર્વે જીવનું હિત ચિન્તવન કરવુ, દુ:ખી જનનાં દુ:ખ દૂર કરવા આપણાથી બનતું કરવું, સુખી કે સદ્ગુણીને દેખી કે સાંભળીને રાજી ખુશી થવું અને પાપી પ્રાણી ઉપર દ્વેષ નિહ કરતાં બની શકે તે તેને સુધારવા (નિષ્પાપી મનાવવા) પ્રયત્ન કરવા, એ આપણી પવિત્ર ક્રજ સમજવી જોઇએ. તેને બદલે અન્યનુ અનિષ્ટ, અહિત ચિન્હવીએ, દુ:ખીની ઉપેક્ષા કરીએ અથવા તેા તેના તરફ દ્વેષ, અરુચિ, ખેદ, તિરસ્કાર બતાવી દુ:ખમાં ઉમેરા જ કરીએ, સુખી કે સદ્ગુણીની ઇર્ષ્યા, અદેખાઇ, અવજ્ઞા જ