________________
[ ર૬ ]
શ્રી કપૂરવિજયજી મિથ્યાત્વના ચાર ભેદ. ૧. પ્રવર્તન મિથ્યાત્વ-લેકિક તેમ જ લેકોત્તર મિથ્યાત્વ સંબંધી કરણી કરે-દ્વેષાદિકથી અભિભૂત ( વ્યાસ ) લોકિક દેવ, ગુરુની સેવા કરે તે લોકિક તેમ જ વીતરાગ દેવ, ગુરુ, ધર્મનું તુચ્છ આશંસા રાખીને સેવન કરે તે લેકેત્તર મિથ્યાત્વ તજવા ચોગ્ય છે. વ્યવહારસમકિતના સેવનથી તે સુખે તજી શકાય છે.
૨. પ્રરૂપણું મિથ્યાત્વ–સત્યથી વિપરીત અસત્યમાર્ગ અન્ય મુગ્ધ જનેને સમજાવી તેમને ઉન્માર્ગે દોરી જવારૂપ પ્રરૂપણ મિથ્યાત્વ પણ વ્યવહાર સમતિની પ્રાપ્તિ થતાં દૂર થઈ શકે છે–દૂર થાય છે.
૩. પરિણામ મિથ્યાત્વ-સર્વજ્ઞ અને સર્વદશી વીતરાગકથિત તત્ત્વવચનને યથાર્થ નહિ માનવારૂપ મિથ્યાત્વ–વિપ રીત બુદ્ધિ ( વાસના ) અવશ્ય તજવા યોગ્ય છે. વીતરાગકથિત તત્વને યથાર્થ જાણી તેના ઉપર દૃઢ પ્રતીતિ ( આસ્થા ) રાખવાથી તે દૂર થઈ શકે છે. સદ્વિવેકરૂપ રત્નદીપક હૃદયમંદિરમાં પ્રગટવાથી અજ્ઞાન–મિથ્યાત્વરૂપ અંધકાર સહેજે નાસી જાય છે.
૪. પ્રદેશ મિથ્યાત્વ-અનંતાનુબંધી કષાયાદિક મેહનીય કર્મની સાત પ્રકૃતિ કદળરૂપે સત્તામાં રહેલી હોય તે પ્રદેશ મિથ્યાત્વ ક્ષાયિક સમકિત આત્મામાં પ્રગટ થવાથી તે દૂર થઈ શકે છે. મિથ્યાત્વરૂપી મહાશલ્ય, મહાવિષ, મહાવ્યાધિ અને મહાઆપદા દૂર કરવા સિદ્ધ ઔષધિરૂપ સમ્યકત્વ (સમકિત ) સંજીવની સગુરુ પાસેથી પ્રાપ્ત કરી કૃતાર્થ થવું.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ.૧૫ર. }