________________
લેખ સંગ્રહ : ૫ :
[૨૭] આચાર્યાદિક ઉત્તમ પદવી પાત્રમાં જ શેભે છે
ઉપદેશમાળાદિક પ્રમાણિક ગ્રંથમાં પ્રતિરૂપાદિક ચિદ ગુણથી અલંકૃત હોય તેમ જ પ્રસિદ્ધ એવા ૩૬૪૩૬=૧૨૬ ગુણથી વિભૂષિત હોય એટલે સામાન્ય સાધુ-નિગ્રંથ—અણગાર કરતાં ઘણા ઘણા ઊંચા ગુણવડે સુશોભિત હોય તે જ જૈનશાસનમાં સૂરિ–આચાર્યપદવીને એગ્ય કહ્યા છે. તથા પ્રકારના ગુણ વગર ગ્યતા--પાત્રતા રહિતમાં ઉત્તમ આચાર્યાદિક પદવી આરોપવી એ કાગડાની કોર્ટમાં રત્નની માળા આરોપવા જેવું થાય છે, તેથી લાભને બદલે નુકસાન વધારે થાય છે અને એવી ઉત્તમ પદવીને જનસમાજમાં ઉતારી પાડવા જેવું અથવા તેની હાંસી-મશ્કરી કરાવવા જેવું થાય છે, તેથી જ એવી ઉત્તમ પદવી લેનાર અને દેનારની જવાબદારી જેન શાસનમાં જેવી તેવી નહિ પણ ઘણું જ મોટી જણાવવામાં આવી છે. પાત્રતા–લાયકાત મેળવ્યા વગર આવી ઉત્તમ પદવી ધારણ કરી જેનશાસનની લઘુતા કરાવનાર તો નીચી ગતિને અધિકારી થાય છે; પરંતુ તેવી પદવી પરીક્ષા કર્યા વગર જેવા તેવાને સ્વેચ્છાએ આપનાર પણ અધોગતિના ભાગી થાય છે. આચાર્યાદિક સંપદાને પામેલા ગ્યતાવંત તો આંબા જેવા ઉત્તમ વૃક્ષની પેઠે નમ્રતા ધારણ કરીને અનેક જીવોને ઉપકારી થઈ પવિત્ર શાસનને શોભાકારી થાય છે. જ્યારે અંગારમર્દકાદિક જેવા યોગ્યતા વગરના છ ઊલટા શાસનને વગોવનારા નીવડે છે. મર્કટે મદિરા પીધી હોય અને વળી તેને વીંછી કરડ્યો હોય તે વખતની તેની મસ્તીને જેમ પાર રહેતે નથી તેમ એક તે ઓછું પાત્ર ને અધિકું ભર્યું, તે સાથે આચાર્યાદિક પદવીને ભેગા થયા પછી જેઈ લેવી તેની ખુમારી.