________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૯ ] સામાયિક(સમતા ભાવ)માં વતે ત્યાં સુધી તે સાધુ જેવો પાપારંભ રહિત લેખાય છે, તેથી જ ભાવિક શ્રાવક, શ્રાવિકાઓ અવકાશે તેનો ખપ કરે છે. ભવ્યાત્માઓએ તેને અધિકાધિક ખપ કરે જ ઘટે છે, કેમકે તેમાં જે સમય જાય છે તે અપૂર્વ લાભકારી હોવાથી અમૂલ્ય છે. જેમ જેમ તેનો અભ્યાસ આત્મલક્ષપૂર્વક અધિકાધિક કરવામાં આવે છે તેમ તેમ આત્મશાંતિમાં વધારે જ થતો જાય છે, એ વાત સ્વાનુભવથી સિદ્ધ કરી શકાય એમ છે. કઈક મુગ્ધજનો પિતાનો સમય ફેગટ ગપ્પાસપામાં ગાળે છે તે કઈક ક્ષણિક મોજમજા માણવામાં ગાળે છે. કઈક કલેશકંકાસ કરવામાં તે કઈક કપટજાળ ગુંથવામાં–એમ સ્વેચ્છાચારમાં જ વખત ગાળી બાપડા માનવભવને ફેગટ હારી જાય છે. કેઈક વિરલા આત્માથી જો જ પુણીયા શ્રાવકની પેઠે અથવા આણંદ કામદેવાદિકની પેઠે પોતાને અમૂલ્ય માનવભવ ધર્મારાધન કરવાવડે લેખે કરે છે. તુલસા, ચંદનબાળા, સીતા, દ્રૌપદી પ્રમુખ સતીઓ પિતાનાં પવિત્ર આચરણથી પ્રસિદ્ધ થયેલ છે. ગરીબ-ભિક્ષુ સરખે પણ સામાયિક-ચારિત્રના પ્રભાવથી ઈન્દ્ર અને નરેંદ્રાદિકવડે પૂજિત બને છે. એ સામાયિકનાં આઠ પર્યાય નામે સમજવા ગ્ય છે – ૧. સામાઈયંત્ર સામાયિક = ભાવ-સમતાની પ્રાપ્તિ. ૨. સમઈયં= સમયિક = સમ્યગદયાપૂર્વક સર્વ જીવ
પ્રત્યે પ્રવર્તન ૩. સમેવાઓ= સમ્યવાદ: રાગદ્વેષ રહિત યથાસ્થિત કથન. ૪. સમાસ= સ્તક(ડા)અક્ષરવડે કર્મનાશક તત્ત્વાવબેધ. ૫. સંખે= સંક્ષેપ=અક્ષર છેડા પણ અર્થગંભીર દ્વાદશાંગી.