________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩ ] ભવિષ્ય સુધારવાનું હોય એવા ભવ્ય જનો જ નિસ્વાથી ગુરુના હિતવચન સાંભળી હૈયે ધરે છે. ગુરુમહારાજના અમૃત જેવાં શીતળ વચનથી તેમના સઘળાં પાપતાપ દૂર થવા પામે છે. પૂર્વકૃત કર્મ અનુસાર પ્રાપ્તમાં સંતોષ રાખી પિતાનું ભવિષ્ય સુધારવા, સ્વકલ્યાણ સાધવા તે સાવધાનપણે પ્રયત્ન કરે છે. ઉચ્ચ પ્રકારની ગ્યતા પ્રાપ્ત કરવા મન, વચન, કાયા સંબંધી દેનું નિવારણ કરી, ન્યાય, નીતિન પાયે મજબૂત કરી, શ્રેષ્ઠ દેવ, ગુરુ, ધર્મમાં અનન્ય શ્રદ્ધા રાખી, પવિત્ર વિચાર, વાણું અને આચારનું પાલન કરનાર અવશ્ય આત્મહિત કરી શકે છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૬૮. ]
સત્સંગ કરવાથી થતા અનેક ઉત્તમ લાભ.
સંત-સુસાધુ જનોની સંગતિ કલ્પવેલીની પેઠે કયા કયા ગુણરૂપ લાભની પ્રાપ્તિ નથી કરાવતી ? ક૯૫વેલી કેવળ ઍહિકઆલેક સંબંધી સુખની પ્રાપ્તિ કરાવે છે ત્યારે સંતસેવા ભક્તિરૂપ અપૂર્વ કલ્પવેલી તે અલૈકિક અગણિત સુખસંપદાની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે થાય છે. તે અનંત કાળના પુરાણું પાપસમૂહનો નાશ કરે છે, જેથી આત્માની અનેક પ્રકારની મલિન વાસનાઓ વિલય પામે છે અને શુભ વાસનાઓ જાગૃત થાય છે, સુકૃત્યની વૃદ્ધિ કરે છે અને કલ્યાણપરંપરાનો જમાવ કરે છે, જેથી જીવને સર્વત્ર સુખશાન્તિને જ અનુભવ થાય છે, જીવની સુબુદ્ધિ જગાડે છે અને કુબુદ્ધિ ટાળે છે. પરિણામે જડતા (ભ્રમ-વિશ્વમાદિક) દૂર થતાં ગમે તેવા પ્રસંગમાં લગારે મુંઝાયા વગર સત્ય દિશાનું શીધ્ર ભાન થાય છે અને તેમાં અખલિત પ્રયાણ થઈ શકે