________________
[ ૨૨ ]
શ્રી કરવિજયજી ગુણે આપણે આદરીએ અને કોધાદિક દોષ નિવારીએ તે જ તેમની પવિત્ર સેવાની સાર્થકતા ગણાય. તેમ ન થાય અને આપણે જેવા ને તેવા દોષિત જ રહીએ તે કયાં તે તેમનામાં સંતપણાની ખામી છે કે આપણામાં તેવી ગ્યતાની જ ઊણપ છે એમ સમજવુ તેમાં પ્રથમ પક્ષ કરતાં એટલે સંતની ખામી લેખવવા કરતાં, આપણી જ ઊણપ શોધી લેવી વધારે યોગ્ય છે જે આપણે ક્ષુદ્રતાદિક દેષદૃષ્ટિ તજી હંસની જેવી ઉમદા ગુણદૃષ્ટિને જ આદરીએ તો જ આપણું ઉન્નતિ થતાં થોડી જ વાર લાગે, પણ દુર્ભાગ્યે આપણે જ્યાં ત્યાં દોષ જ જેવા વધારે ટેવાયેલા હોવાથી, જ્યાંથી અનેક ગુણ મળવાનો સંભવ હોય ત્યાંથી પણ આપણે દોષને જ ગ્રહણ કરીએ છીએ અને દૂધમાં પણ પોરા કાઢવા જેવું કરીએ છીએ, એ બહુ શરમાવા જેવી તેમ જ નાદાનીભરેલી વાત લેખી શકાય. જે કે ઉત્તમ જાતિ, કુળાદિક સામગ્રી આપણે મોટાં પુણ્ય પામ્યા છીએ, પરંતુ જો તેને સદુપયેાગ કરી લેવાય તે જ તેની સાર્થકતા છે. બીજાનાં નિંઘ કામ જોઈ જેમ આપણે તેમનાં એવાં નિંદ્ય કામ તરફ અભાવ-તિરસ્કાર જણાવીએ છીએ તેમ આપણા તેવા જ કામ તરફ અભાવ કે તિરરકાર શા માટે ન થવું જોઈએ ? અવશ્ય છે જોઈએ. તેમ છતાં તે થતું ન હોય તો તેમાં આપણા હૃદયની શૂન્યતા કે કઠેરતા જ સમજવી. આપણું આટલી બધી અગ્યતા જાણી, જ્ઞાની ગુરુ કેવળ અનુકંપાબુદ્ધિથી આપણે ઉગ જગાડવા અને કે મળતા, નમ્રતા, સરલતા અને સંતોષાદિક ગુણ આદરી અનાદિ ક્રોધ, માન, માયા અને લોભાદિક દુર્ગુણ નિવારવા અમૃત જેવાં હિતવચનો કહેતા જ રહે છે.
જેનું ભલું થવાનું હોય, જેનો ઉદય જાગવાને હય, જેનું