________________
[ ૨૦ ]
શ્રી કરવિજયજી વિચારે તે બાહુબલી મુનિને ઘેર્યા. છેવટે મનમાં નિશ્ચય કર્યો કે “અહીં જ કાઉસગ્ગધાને સ્થિત થઈ, કેવળજ્ઞાન ઉપાર્જન કર્યા પછી જ પ્રભુ પાસે જઉં એટલે વંદન કરવાપણું રહેશે નહિ.” આ પ્રમાણે મનથી જ નકકી કરી ત્યાં જ પિતે નિશ્ચળ થઈને કાઉસગ્ગ ધ્યાને સ્થિત થયા. તેવી રીતે એક વર્ષ વીતી ગયું છતાં અભિમાનવશ થયેલા તે મુનિને કેવળજ્ઞાન પ્રગટ ન થયું. આ બધી હકીકત કેવળજ્ઞાનદિવાકર આદીશ્વરપ્રભુ જાણતા જ હતા. પૂર્વે બ્રાહ્મી બહેને પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. ત્યારપછી ભરતની આજ્ઞા-અનુમતિ મેળવી સુંદરીએ પણ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તે બંને સાધ્વીઓને અવસર પામી યથાયોગ્ય સમજાવી, જ્યાં બાહુબલી મુનિ કાઉસગધ્યાને સ્થિર ઊભા રહ્યા છે ત્યાં તેમને પ્રતિબોધવા નિમિત્તે પ્રભુએ મેકલી.
ત્યાં આવીને તપાસ કરતાં મુનિશ્રી ચતરફ વેલડીવડેવિટાઈ ગયેલા હોવાથી મુશ્કેલીથી નજરે પડ્યા. પછી બંને સાધ્વીઓએ પ્રભુની હિતશિક્ષાના પ્રતિધ્વનિ જેવા “વીરા મારા ગજથકી. ઊતરો, ગજ ચડવાં કેવળ ન હાય રે” ઈત્યાદિ હિતવચને કહા. તે વચને કર્ણાચર થતાં બાહુબળી મુનિ વિચારમાં પડ્યા કે આ વચનો મને જ સંબંધીને કહેવાયાં છે પરંતુ કાઉસગ્ગ ધ્યાને સ્થિત થયેલા એવા મારે ગજ-હાથી સાથે શે સંબંધ છે? પછી એકાગ્રપણે તેના ઉપર ઊંડે આલોચ-વિચાર કરતાં તે મહામુનિને ખરું તત્ત્વ-સત્ય સમજાયું કે હું પોતે જ અભિમાનરૂપી ગજ-હાથી ઉપર આરૂઢ થયેલ છું. વયથી લઘુ એવા સાધુરૂપ બંધુઓને હું કેમ નમું? કેમ વંદું? આ જ ઉત્તુંગ માન-અભિમાનરૂપી ગજ-હાથી ઉપર હું ચઢે છું ત્યાં સુધી મને કદાપિ કેવળજ્ઞાન પ્રગટ થવાનું નથી. એથી જ એ અભિમાન