________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી છે. મજબૂત મનના, ઉદાર દિલના અને સમયજ્ઞ સુજ્ઞ-ચકેર ભાઈબહેને ધારે તે ખરા ખંતભર્યા પ્રયાસથી તેમાં ઠીક સુધારો કરી શકે એમ છે, પરંતુ બેપરવાઈ કે ઉપેક્ષા કરવાથી જ ઘણું કામ બગડે છે. જે સ્વપરહિતકારી કાર્ય જરૂર કરવું જ હોય છે તેવી બેપરવાઈ કે ઉપેક્ષા કરી શકાય નહિ. શાસનપ્રેમી, દયાળુ અને સત્યવાદી, ખરા ત્યાગી, વૈરાગી સાધુસાધ્વીઓ આ અગત્યની વાત ધ્યાન પર લે, તો સદુપદેશવડે તેઓ ઘણું શાસનહિત કરી શકે.
ખરા શાસનરાગી અને સગુણપ્રેમી શ્રાવકશ્રાવિકાઓએ પણ સમય ઓળખીને એવા ઉત્તમ સાધુ, સાધ્વીઓ તેમ જ નિર્મળ આચારવિચારવાળા શાણા શ્રાવક, શ્રાવિકાઓનાં હિતવચન આદરથી સાંભળી, પોતાનું આચરણ સુધારવા જરૂર લક્ષ રાખવું જોઈએ. ઉત્તમ યેગ્યતાવાળા સાધુ, સાધ્વી કે શ્રાવક, શ્રાવિકાનો યથોચિત વિનય-સત્કાર કરવાથી આપણામાં રૂડી યોગ્યતા આવે છે. આ પણ દુઃખદાયી અજ્ઞાન, મિથ્યાત્વ અને દુરાચરણ ટળે છે–દૂર થાય છે અને આપણામાં ખરેખરૂં સુખદાયક તત્વજ્ઞાન, શ્રદ્ધા અને તત્ત્વરમણતા જાગે છે–પ્રગટે છે. એ જ આ દુર્લભ માનવભવાદિક ઉત્તમ સામગ્રી પામવાનું સાર્થકય છે, તે વગરનું બધું નકામું છે. જો કે અજ્ઞાન, અશ્રદ્ધા, મિથ્યાત્વ અને સ્વચ્છંદાચરણથી આપણી પારાવાર ખરાબી ( પડતી ) થઈ છે, પરંતુ હજી સમય ઓળખી સાવધાન થઈ જશું તો પાછી ઉન્નતિ સાધી શકીશું.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૩૬. ]