________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭ ] આજકાલ જ્યાં જ્યાં દષ્ટિ નાખી જોઈએ ત્યાં ત્યાં યથાવિધિ સ્વકર્તવ્યપાલન કરવામાં બહુધા ઉપેક્ષા કહે કે બેદરકારી જોવામાં આવે છે, અને એથી ઊલટી દિશામાં પ્રયાણ થતું જોવામાં આવે છે. એ હકીકત જ મૂળથી આપણું અજ્ઞાનતા સૂચવે છે કે સ્વકર્તવ્યધર્મનું આપણને બરાબર ભાન જ થયું નથી. અથવા તો આપણે તેને વિસારી દીધું છે. જ્ઞાની મહાત્માઓ કહે છે કે સ્વકર્તવ્ય ધર્મનું યથાવિધિ પાલન કર્યા વગર તમારે જય કે ઉદય થવાને જ નથી, તેથી જો તમે તમારો જય કે ઉદય કરવા ઈચ્છતા જ હે, તો પ્રથમ તમે કર્તવ્યધર્મને સારી રીતે સમજવાને પ્રયાસ કરો. સ્વકર્તવ્યધર્મને જે સારી રીતે જાણતા-સમજતા હાય, તથા તે કર્તવ્યધર્મનું યથાવિધિ પાલન કરવાથી જ આપણો જય કે ઉદય થવાને છે એવી જેમની દૃઢ શ્રદ્ધા કે માન્યતા હોય, અને એવી ઊંડી શ્રદ્ધા સહિત જ જે પ્રમાદ તજી, સ્વકર્તવ્યધર્મનું યથાર્થ પાલન કરવામાં ઊજમાળ રહેતા હાય એવા પ્રમાણિક પુરુષ પાસે બહુ વિનય અને માનપૂર્વક સ્વકર્તવ્યધર્મને તમે બરાબર સમજે, તથા તેથી જ તમારો જય કે ઉદય સધાશે એવી શ્રદ્ધા કે માન્યતાને દૃઢ કરે તેમ જ એવી દૃઢ શ્રદ્ધા, પ્રતીતિ સાથે જ સ્વકર્તવ્યધર્મનું યથાવિધિ પાલન કરવા સકળ પ્રમાદ પરિહરી સદાકાળ સાવધ રહો.
સહુને પિતપોતાના અધિકાર પ્રમાણે કર્તવ્યધર્મ પાળવાને છે, એવી શાસ્ત્રમર્યાદા પરાપૂર્વથી ચાલી આવે છે, પરંતુ સંગેની વિચિત્રતાથી તેમાં ઘણે બગાડે થયેલા જોવાય છે. સમાજમાં, શ્રદ્ધામાં તેમ જ વર્તનમાં ફેરફાર થયેલ