________________
[ ૧૨ ]
શ્રી કર્ખરવિજયજી સમર્થ શાસ્ત્રકારે કહે છે કે યથાર્થ શ્રદ્ધા (સમ્યગદર્શન), યથાર્થ બોધ (સમ્યજ્ઞાન) અને યથાર્થ વર્તન( સચ્ચારિત્ર)નું બરાબર પરિપાલન કરવાથી જ સર્વ દુઃખને સર્વથા અંત આવી શકે છે અને અક્ષય, અનંત, શાશ્વત મોક્ષ-સુખ મળી શકે છે. તે રત્નત્રયીનું આરાધન કરવાની વાત તે દૂર રહો, પ્રથમ તેની પ્રાપ્તિ માટે એગ્ય (લાયક) બનવા માટે વિનય, વિવેક, ન્યાય, નીતિ, ક્ષમા, સરલતા, સંતેષાદિક માર્ગોનુસારીપણાના ગુણોને પણ જ્યાં સુધી એગ્ય આદર ન કરવામાં આવે અને ક્ષુદ્રતા-તુચ્છ દોષદષ્ટિ પ્રમુખ દુર્ગણે તજવામાં ન જ આવે ત્યાંસુધી સાચા સુખની પ્રાપ્તિ અને વિવિધ પ્રકારનાં દુઃખને અંત થવાની આશા શી રીતે રાખી શકાય ?
જેમ મળશુદ્ધિ કર્યા વગર લેવામાં આવતી ગમે તેવી કિંમતી દવા ગુણ કરતી નથી તેમ મૈત્રી, કરુણા, મુદિતા અને મધ્ય
સ્થતાના સેવનવડે રાગ, દ્વેષ, અહંતા, મમતાદિક જડ ઘાલીને રહેલા દુષ્ટ વિકારરૂપ આંતરમાળની શુદ્ધિ કર્યા વગર ગમે તેવી ધમકરણ દુઃખહરણ થઈ શકતી નથી. ઉત્તમ-હિતકારી વૈદ્યનાં વચનાનુસાર ઔષધેપચાર કરવાથી જેમ ગમે તેવા હઠીલા વ્યાધિનો પણ અંત આવે છે તેમ રાગ, દ્વેષ અને મહાદિક વિકાર માત્રથી સર્વથા મુક્ત થયેલા સર્વજ્ઞ પ્રભુની એકાન્ત હિતકારી આજ્ઞાને યથાર્થ રીતે અનુસરવાથી નિશે સકળ દુઃખનો સર્વથા અંત આવી શકે છે. પિતાપિતાના અધિકાર મુજબ શુદ્ધ રહેણુકરણ કરવા પુરુષાર્થ ફેરવવાથી જ સર્વજ્ઞ પ્રભુની કે નિઃસ્પૃહી-નિગ્રંથ ગુરુમહારાજની પરમ હિતકારી આજ્ઞા-શિક્ષાનું ઠીક પરિપાલન થઈ શકે છે, પરંતુ