________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૧ ]
6
આવા સુવિવેકી આત્માને મારું તારું હાતુ નથી. આવુ ઉત્તમ આદર્શ જીવન જીવવા સદ્ભાવના આપણામાં સદા ચ સ્ફુરા અને એવા અનેક આદર્શજીવનેાના સંયુક્ત ખળથી વિશ્વમાં અખંડ એકતા સધાએ અને શ્રેષ્ઠ સુખશાંતિ સ્થપાએ.
[ આ. પ્ર. પુ. ૧૭, પા. ૯૭. ]
આપણી ઉન્નતિ કેમ થઇ શકતી નથી ? તે તથા આપણી ઉન્નતિના સંભિવત ઉપાય,
આપણામાં ગતાનુગતિકતા બહુ વધી ગઇ છે, એટલે જે જે ક્રિયા ( ધર્મ કરણી ) કરવામાં આવે છે તેના શાસ્ત્રોક્ત હેતુ કે પરમાર્થ સમજવાની બહુ જ એછી દરકાર કરવામાં આવે છે અને ઘણે ભાગે વગરસમયે દેખાદેખીથી અનેક ક્રિયાઓ કરાય છે, તેથી તે તે ધર્મકરણી જોઇએ એવી કલ્યાણસાધક થઇ શકતી નથી. વાતા ( મેાટી માટી ) કરવામાં આપણે શૂરા છીએ ખરા, પણ આપણી ગંભીર ભૂલ સુધારવાની કશી દરકાર કરતા નથી એ ભારે ખેદની વાત છે. જો આંતરિક દૃષ્ટિથી જોવામાં આવે તે આપણે ઘાંચીના બળદની જેમ અધગતિ કરી રહ્યા છીએ એટલે ગમે તેટલું ચાલ્યા કરીએ તે પણ ઠામના ઠામ રહેવાના છીએ. આવી ભયંકર દુ:ખદાયી સ્થિતિમાંથી આપણા ઉદ્ધાર શી રીતે થઇ શકે?
જો કે આપણુ સહુને સુખ ગમે છે, દુ:ખ નથી ગમતું; પરંતુ સુખના ખરા રસ્તા આદર્યા વગર અને દુ:ખના માર્ગ તજ્યા વગર સાચું સુખ મળવાનુ નથી અને દુ:ખ ટળવાનું પણ નથી.