________________
[૧૪]
શ્રી કર્ખરવિજયજી મનગમતાં ખાનપાન કરે છે, મનગમતાં વસ્ત્રાભૂષણ સજે છે અને મનગમતાં વાહન પર બેસી વિહરે છે. વળી સ્વજનકુટુંબનું પિષણ પણ કરતાં રહો છો. તેમને ઈચ્છિત ખાનપાન, વસ્ત્ર, આભૂષણ વિગેરે આપો છો અને તેમની ઈચ્છાને અનુસરે છે. વિશેષમાં નાતવરા કરે છે, પુત્ર-પુત્રીઓને પરણાવે છે, એછવ–મહોચ્છવ કરે છે, વૈભવ મેળવવા ચાહે છે અને તમારા આશ્રયે રહેલાને સુખી કરવા ઈચ્છે છે. કવચિત તીર્થયાત્રા પણ કરે છે, દેવપૂજા, ગુરુવંદન કરે છે અને દુઃખી જનેને દેખી તેમના ઉપર અનુકંપા પણ લાવે છે. કવચિત્ હુંસાતુસીથી બીનજરૂરી ભારે ખર્ચ પણ કરો છો. આ બધું તમને તમારા વૈભવના પ્રમાણમાં કરવું કદાચ ઉચિત લાગતું હશે, જશ-કીર્તિ મેળવવા જરૂરનું જણાતું હશે અને આબરુ સાચવવા અગત્યનું સમજાતું હશે, પરંતુ તમે તમારા પરભવ સુધારવા તમારી આત્મન્નિતિ થાય તેવી શુભ કરણી વિવેકથી કરવા કંઈ લક્ષ સાધ્યું છે ?
જે દરેક આત્મામાં પરમાત્મા જેટલી શક્તિ છુપી રહેલી છે તે પ્રગટ કરવા પોતપોતાની યોગ્યતા મુજબ ખરો માર્ગ ગ્રહણ કરવો એ આપણે ખાસ ફરજ છે તેને તદ્દન વિસારી દેવી તે અનુચિત છે. યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા સહિત સદાચરણ એક નિષ્ઠાથી સેવ્યા વગર કદાપિ આત્મોન્નતિ થવાની નથી, તેથી ઉક્ત રત્નત્રયીની પ્રાપ્તિ માટે જરૂર પુરુષાર્થ સેવા જોઈએ. વિષયલાલસા, કષાય-અંધતા, સ્વકર્તવ્યવિમુખતા, વિકથારસિકતા, અજ્ઞાન, મિથ્યાત્વ અને સ્વેચ્છાચાર તો અવશ્ય તજવાં જોઈએ. ચગ્યતા મેળવવાથી ઈચ્છિત લાભ મળી શકશે, માટે ક્ષુદ્રતા,