________________
લેખ સંગ્રહ : ૫ :
[ 9 ]
યથાર્થ જ્ઞાન, યથા શ્રદ્ધા અને યથાર્થ ચારિત્રના સંયુક્ત મળથી ખરું અવિનાશી સુખ પ્રાપ્ત થઈ શકે છે. જન્મ મરણુ સબંધી અનંત દુ:ખરાશિમાંથી છૂટવાનેા એ જ ધારી માર્ગ છે. અજ્ઞાન અને મેહવશતાથી ખરે। માગ ભુલાઇ ગયા છે અને ઊલટા માર્ગ પકડી લેવાયેા છે. એથી જ ખાપડા જીવા સુખને ખદલે દુ:ખમાં જ ડૂબતા જાય છે. તેમાંથી પ્રત્યેક જીવના ઉદ્ધાર કેમ થાય અને પ્રત્યેક જીવ ખરી સુખશાંતિ કેમ પામે ? એવુ ચિંતવવું એ જ ખરી મૈત્રી ભાવના. તેવા દુ:ખી જીવેાને તન, મન, વચન કે ધનથી ગમે તે રીતે દુ:ખમુક્ત કરવા સાક્ષાત્ પ્રયત્ન સેવવા તે ખરી કરુણા ભાવના. આપણા વિચાર, વાણી તથા વનમાં રહેલી વિષમતા ( ખામી) દૂર કરી તે આપણે તેને શુદ્ધ, પવિત્ર અને નિર્મળ બનાવી લઇએ તેા એ બધાં વડે આપણા તેમ જ અન્ય અનેક દુ:ખી આત્માએના સહજમાં ઉદ્ધાર કરી શકાય, પરંતુ ખેદની વાત છે કે બહુધા સ્વત ંત્રતાના મિષથી સ્વચ્છ ંદતાને સ્થાન આપવામાં આવે છે, જેથી સ્વપર અહિતમાં અધિક ઉમેરો જ કરાય છે. જ્યાંસુધી આપણામાં ચેાગ્ય વિકાસ ન થાય ત્યાંસુધી આપણે સહુએ શિષ્ઠ જનાને અનુસરીને જ ચાલવુ જોઇએ. આપણામાં તે પ્રકારની યેાગ્યતા આવતાં તે જ આપણને સ્વતંત્ર શાસન કરવા દેવા અનુમત થશે
વ્હાલા બંધુઓ તથા બહેના ! નિ:સ્વાર્થ ભાવના બળથી આપણે સહુ તે પ્રકારની રુડી યેાગ્યતા પામી શકશું. કોઇને પણ દુ:ખમુક્ત-સુખી કે સદ્ગુણી સાક્ષાત્ દેખી કે સાંભનીતે આપણે સહુએ રાજી અને પ્રસન્ન થવું જોઇએ, મનમાં લેશમાત્ર ખેદ, રાષ કે ઈર્ષ્યા, અદેખાઇ નહિ લાવતાં પ્રમાદ યા પ્રસન્નતા ધારવી, જેથી આપણી આંતરભૂમિમાં રહેલાં