________________
લેખ સંગ્રહ : ૫ :
[૫] એ જ જીવનનું ઉત્તમોત્તમ અને સ્થાયી ફળ છે, ચારિત્ર્ય એ જ સાચી આંટ છે.
૬. ચારિત્ર્ય વગરની એકલી બુદ્ધિ આપણને અધોગતિમાં લઈ જાય છે.
૭. સ્વાર્થ ત્યાગનો પાઠ શીખ્યા હોઈએ તે માનાપમાનની પણ આપણા ઉપર અસર થાય નહીં.
૮. દઢ ચારિત્ર્યવંતને ગમે તે રાજા પણ ખરીદી શકે નહીં.
૯. જાગૃત થયેલ આત્માને પ્રતીત થાય છે કે સતકર્તવ્ય એ જ જીવનને હેતુ છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૩૦૨.] આપણી સામાજિક, નૈતિક તથા આધ્યાત્મિક ઉન્નતિ સાધવા માટે સંપ તથા એકતા (Harmony) દઢપાયે સ્થાપવા આપણ સહમાં ઉદાર–
નિસ્વાર્થભાવના પ્રગટાવવાની અનિવાર્ય જરૂર.
સદ્દભાવના એ આપણે મુદ્રાલેખ બન જોઈએ, તથા તુચ્છ સ્વાર્થવૃત્તિને આપણે તિલાંજલિ આપવી જોઈએ. દુનિયાના સહુ પ્રાણીઓ સુખને જ ચાહે છે અને વિવિધ જાતનાં દુઃખથી કંટાળી તેમાંથી મુક્ત થવા ઈચ્છા રાખે છે, પણ તેનો ખરે રસ્તે તેમને યથાર્થ સમજાય હેતું નથી, તેથી તેઓ બહુધા દુઃખના જ માર્ગે પ્રયાણ કરતાં રહે છે. પરિણામે સુખને બદલે જાતજાતનાં દુઃખનાં જ દર્શન કરી તેને કડે અનુભવ