________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૫
‘આ નગરમાં આટલા બધા ભિખારીઓ ક્યાંથી ઊતરી પડ્યા? અયોધ્યામાં શું દુકાળ પડી ગયો છે? નગરનું મૂલ્ય આવા ભિખારીઓ ઘટાડતા હોય છે. જાઓ, જે કોઈ બાવા... ભિખારી રસ્તા પર રખડતા દેખાય તે બધાંને નગર બહાર કાઢો, અને પછી એમને જે જોઈએ તે આપીને વિદાય કરો...’
‘જેવી મહાદેવીની આજ્ઞા...’ કોટવાલ નતમસ્તકે પ્રણામ કરીને ચાલ્યો ગયો. સહદેવીના હૈયાને ધરપત વળી.
પરંતુ... ભવિતવ્યતા કંઈક જુદું કામ કરી રહી હતી.
રાજા સુકોશલનો મહેલ પણ રાજમાર્ગો પર જ હતો. મહેલના ઝરૂખામાં સુકોશલની ધાવમાતા શિવા બેઠેલી હતી. તેણે પણ મહર્ષિ કીર્તિધરને જોયા અને ભાવપૂર્વક ત્યાંથી જ વંદના કરી મનોમન મહર્ષિના ભવ્ય ત્યાગમય જીવનની અનુોદના કરતી હતી. ત્યાં નીચે અચાનક કોલાહલ સંભળાયો. કોટવાલ ગ્રામરક્ષક સૈનિકોને આજ્ઞા કરી રહ્યો હતો.
‘જુઓ, મહાદેવીની આજ્ઞા છે. અયોધ્યાની કોઈ ગલીમાં કે માર્ગ પર કોઈ પણ ભિખારી, બાવા કે ભિક્ષુકો રહેવા ન જોઈએ. તેમને નગર બહાર લઈ જાઓ . હું ત્યાં આવું છું.’
ટપોટપ સૈનિકો નીકળી પડ્યા, સૌ પ્રથમ રાજર્ષિ કીર્તિધર જ ઘર ઘર ફરીને ભિક્ષા લેતા દેખાયા, સૈનિકો ઓળખી ન શકયા. તેમણે તો તરત જ મહામુનિને ઊભા રાખ્યા.
‘અરે, ભિખારી, અહીં કેમ ભટકે છે? નીકળ બહાર.’
‘મહામુનિને ક્યાં ઓળખાણ આપવાની હતી! સૈનિકોનાં ધિક્કારભરેલાં વચનો પર મહામુનિને જરાય રોષ ન થયો. એમનું હૈયું જરાય ન દુભાયું. તેઓ નગ૨ની બહાર ચાલ્યા ગયા.
પરંતુ આ હૃદયદ્રાવક દૃશ્યને જોઈ ધાવમાતા ધૂંધવાઈ ઊઠી. તે એકદમ નીચે
દોડી આવી.
મહેલને દ્વારે કોટવાલ ઊભેલો હતો.
‘અરે કોટવાલજી, આ તમે શું કરી રહ્યા છો? અયોધ્યાની પુણ્યભૂમિ પર ઋષિ-મહર્ષિઓની અવગણનાનું ઘોર કૃત્ય કરીને તમે રાજ્યને ઘોર અન્યાય કર્યો છે...' ધાવમાતાનું મુખ રોષથી લાલ બની ગયું.
માતા! આપની વાત સાચી હશે, પરંતુ અમે રાજમાતાની આજ્ઞાને અનુસરી રહ્યા છીએ, પછી અમે અન્યાયી કેવી રીતે?’
For Private And Personal Use Only