________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
४५७ થયું, નારદજીના મન પર તેની ગંભીર અસર થઈ. મનમાં અદમ્ય રોય અને પ્રબળ પ્રતિક્રિયાની ભાવના પેદા થઈ ગઈ. તેમનું મન વિચારવા માંડયું:
શું હું સીતાને ડરાવવા માટે ગયો હતો? શું હું એનું અપહરણ કરવા ગયો હતો? પોતાના ઘેર આવેલા ગમે તેવા પણ અતિથિ સાથે શું આવો દાનવી વ્યવહાર કરી શકાય? અને તે મિથિલાપતિ જનકના રાજમહેલમાં? હું એનો બદલો લઈશ. હું આ ઘોર અપમાનને જરા પણ સહન કરનાર નથી, ભલે સીતા મને ન ઓળખી શકી. શું જનકે પણ મને ન ઓળખ્યો? અરે, એને તો મારી પાસે આવવાની પણ ફુરસદ ન મળી. ખેર, હવે એ મને ઓળખશે. જો હું ત્યાં જરા પણ વધુ સમય રોકાયો હોત તો શસ્ત્રધારી સુભટો મારા શરીરના ટુકડા કરી નાખત. વાઘણ જેવી દાસી મારા શરીરને ચીરી નાંખત, સારું થયું હું બચીને ભાગી નીકળ્યો...”
નારદજીનું શરીર કંપી રહ્યું હતું. તેઓ વૈતાઢય પર્વતના શિખર પર બેસી ગયા. પ્રતિક્રિયાની યોજના વિચારવા લાગ્યા. તેઓ જાણતા હતા કે સીતાનું સગપણ દશરથનંદન શ્રી રામ સાથે કરવામાં આવ્યું છે. એક વિચાર તેમના મનમાં જાગી ગયો ને આનંદથી તેઓ નાચી ઊઠ્યા.
તેમણે રથનપુરનો રસ્તો લીધો. રથનૂપુરના ઉદ્યાનમાં એક એકાંત જગામાં તેમણે મુકામ કર્યો. ઉદ્યાનના માળીને ખબર પડી કે, “ઉદ્યાનમાં નારદજી પધાર્યા છે....'તે દોડતો આવ્યો ને નારદજીના પગમાં પડી, ચરણરજ માથે ચડાવી, બે હાથ જોડી, મસ્તક નમાવી માળીએ નારદજીને વિનંતી કરી:
દેવર્ષિ, આજ મહારાજા ચન્દ્રગતિનું ઉદ્યાન પાવન થયું.” નારદજી માળી તરફ બે ક્ષણ જોઈ રહ્યા. માળીને કહ્યું:
મહારાજા ચન્દ્રગતિને થોડા દિવસ સમાચાર ન મળવા જોઈએ કે હું અહીં આવેલો છું.”
જેવી દેવર્ષિની આજ્ઞા.” “અને તારે એક કામ કરવાનું છે.” સેવક આપની સેવામાં સદૈવ ઉપસ્થિત છે.”
મારે એક કાષ્ટ-ફલક જોઈએ, સાથે સર્વ પ્રકારના રંગો જોઈએ અને પછી જોઈએ.”
એક પ્રહરમાં સર્વ ચીજવસ્તુ આપની સેવામાં ઉપસ્થિત થઈ જશે.”
For Private And Personal Use Only