________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પ૭પ હાથમાં કોરડો વીંઝતો, લુચ્ચે હાસ્ય કરતો અને નાચતોકૂદતો પાલક સ્કંદકાચાર્યને કહેવા લાગ્યો.
સ્કદકાચાર્યે પાલકને કહ્યું:
અમે તો પ્રતિપલ મૃત્યુને ભેટવા તૈયાર જ હોઈએ છીએ! સમાધિ મૃત્યુની આકાંક્ષા કરતા જ વિચારીએ છીએ.'
પાંચસો સાધુઓ અંદકાચાર્યનાં વચનોથી મૃત્યુને ભેટવા કટિબદ્ધ બની ગયા. તેમના મુખ પર અપૂર્વ ઉત્સાહ અને પરાક્રમ દીપી રહ્યાં હતાં. ભય, ગ્લાનિ કે વિકલતાનો અંશ પણ ત્યાં દેખાતો ન હતો. સ્કંદકાચાર્ય યાંત્રિક ઘાણીની પાસે ઊભા થઈ ગયા.
પાલક, બોલ પહેલો હું કુદી પડું ઘાણીમાં?' નહીં પ્રભુ, પહેલો હું કૂદી પડીશ, સ્કંદકાચાર્યના પટ્ટશિષ્ય આગળ આવ્યા. “ના ગુરુદેવ, પહેલો હું...' એક સુકોમળ બાળમુનિ કુંદકાચાર્યનો હાથ પકડીને આગ્રહ કરી રહ્ય.
પાલક આંખો ફાડી આ દશ્ય જોઈ રહ્યો હતો. ત્યાં તો મુખ્ય શિષ્ય “જય ઋષભદેવ! જય મુનિસુવ્રત!'ની ઘોષણા કરી ઘાણીમાં ઝંપલાવ્યું. ઘાણી ફરવા લાગી. સ્કંદકાચાર્યની ગંભીર વાણી ગાજી ઊઠી.
હે વીર! અરિહંતાદિ ચાર શરણને ધારણ કર. નમો અરિહંતાણું.. નમો સિદ્ધાણં.. નમો આયરિયાણું.... નમો ઉવન્ઝાયાણ. નમો લોએ સવ્વ સાહૂણ...”
તડડડ...તડડડ...ફડ... હાડકાં તૂટવા માંડ્યાં. ઘાણી ફરતી ગઈ... લોહીના ફુવારા ઊડવા લાગ્યા... મુનિ શુકુલ ધ્યાનમાં લીન થઈ, કેવળજ્ઞાન પામી, મુક્તિએ પહોંચ્યા.
હજુ એક મુનિનું કલેવર પૂરું કચડાયું ન હતું ત્યાં તો બીજા મુનિ ઘાણીમાં ફૂદી પડ્યાં... જય ઋષભદેવ! જય મુનિસુવ્રતાની ઘોષણા થઈ. નવકાર મંત્રનો ધ્વનિ ઊડ્યો અને હાડકાં દળાવા લાગ્યાં. પાલક હાડકાં દળતો હતો, મુનિ કર્મોને દળતા હતા!
એક પછી એક મુનિ ઘાણીમાં ઝંપલાવતા ગયા, પાલક પિલતો ગયો અને મુનિ મુક્તિમાં પહોંચતા ગયા. હવે માત્ર બે બાકી રહ્યા. એક દકાચાર્ય અને એક સુકુમાર બાલમુનિ! સ્કંદકાચાર્યે પાલકને કહ્યું:
For Private And Personal Use Only