________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮ર
આફતના ઓળા મહેલમાં દોડી આવ્યો. ચન્દ્રનખા પલંગમાં માથું પછાડતી રુદન કરી રહી હતી.
હે પ્રિયે; આટલું રુદન કરવાનું પ્રયોજન? ખરે પલંગ પર બેસતાં પૂછુયું. ચન્દ્રનખા ડૂસકાં ભરી રહી હતી. દાસીએ પાણી આપ્યું. ખરે ચન્દ્રનખાને પાણી પીને શાંત થવા કહ્યું.
એવું તો શું દુઃખદાયી બન્યું છે, દેવી? પુત્ર સંબૂકનો વધ થયો...' રોતાં રોતાં ચન્દ્રનખાએ કહ્યું. હું? શબૂક મરાયો? કોના હાથે?” ખરના માથે જાણે કાળચક્ર પડ્યું. “દંડકારણમાં સૂર્યહાસ ખડગની સિદ્ધિ કરતાં મરાયો. તેને મારનાર પણ એ જ દંડકારણ્યમાં રહે છે. તેમનાં નામ છે – રામ અને લક્ષ્મણ.”
હું હમણાં જ જાઉં છું, એ દુષ્ટોને સંબૂકની પાછળ વળાવતો આવું છું.” ખર વિદ્યાધરે જવાની તૈયારી કરી; ત્યાં ચન્દ્રનખાએ કહ્યું:
સ્વામિનું, તમે એકલા ન જશો. એ બે છે, પણ દૈત્ય છે. એમનું તેજ અસહ્ય છે; માટે સેના લઈને જાઓ. હું પણ સાથે જ આવીશ.”
ભલે, એમ હો.”ખરે પોતાના ચૌદ હજાર વિદ્યાધર યોદ્ધાઓને સાથે તૈયાર કર્યા અને ચન્દ્રનખાને સાથે લઈ, દંડકારણ્ય તરફ પ્રયાણ કર્યું. - શ્રી રામ તથા લક્ષ્મણજી ધારતા જ હતા કે “માયાવિની રોષે ભરાઈને ગઈ છે, જરૂર કંઈ ને કંઈ તોફાન આવશે જ!' તેમની ધારણા સાચી પડી. દંડકારણ્યમાં સૈનિકોનાં ધાડેધાડાં ઊતરી પડવા લાગ્યાં!
શ્રી રામે ધનુષ્યને ઉઠાવ્યું. એ જોઈ લક્ષ્મણજી તરત સામે આવ્યા અને તેમણે કહ્યું: - “હે આર્યપુત્ર, આપને યુદ્ધ માટે જવાનું ન હોય આપનો અનુજ તૈયાર છે. આવા રાક્ષસોને હું પહોંચી વળીશ. મને આજ્ઞા આપો.
જા વત્સ, તારો વિજય છે. હા! નથી ને કોઈ અણધારી આફત આવી જાય તો સિંહનાદ કરજે. હું આવી પહોંચીશ.”
“જેવી આર્યપુત્રની આજ્ઞા.” આજ્ઞા સ્વીકારી લક્ષ્મણજી યુદ્ધના મોરચે પહોંચી ગયા, તેમણે ધનુષ્યનો ટંકાર કર્યો અને રાક્ષસસૈન્યમાં હાહાકાર થઈ ગયો! જોતજોતામાં તો લક્ષ્મણજીએ તીરોની વર્ષા કરી દીધી અને સેંકડો સુભટો શંબૂકના રસ્તે પડી ગયા!
For Private And Personal Use Only