________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૯૩ મૈથિલીનું અપહરણ કરી જનાર જો મૈથિલી પર બલાત્કાર કરવા જશે તો? મૈથિલી એને પ્રાણના ભોગે પણ વશ નહીં થાય. જો એ પ્રાણનો ત્યાગ...” શ્રી રામ આગળ ન વિચારી શકયા. તેમને મૂર્છા આવી ગઈ.
નિસર્ગના મંદ વાયુથી અને પક્ષીઓએ સરોવરમાંથી પોતાની પાંખોમાં ભરી લાવેલા પાણીનો છંટકાવથી શ્રી રામની મૂચ્છ દૂર થઈ, પણ તેઓ નાના બાળકની જેમ રડી પડ્યા. તેમણે પશુઓને રડાવ્યાં, પક્ષીઓને રડાવ્યાં અને ગુફાના પથ્થરોમાંથી પણ આંસુ ટપકવા લાગ્યાં.
શ્રી રામના જીવનનો એક કરુણ દિવસ, દુઃખદ ક્ષણો, હૃદયની અકળ વેદના, વિલાપ અને વ્યથાનું વર્ણન કોઈ કવીશ્વરે કર્યું નથી. કોણ કરી શકે? એ વર્ણન કરવાના શબ્દો જ નથી.
૦
૦
૦
For Private And Personal Use Only