________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૦૧ રાવણ પોતાના મંત્રણાખંડમાં આંટા મારવા લાગ્યો. તેનું ચિત્ત ચન્દ્રનખાની વાત પર ગંભીર વિચાર કરવા લાગ્યું.
તે ભાઈઓ સાથે વિરોધ પણ ભળી ગયો છે. તેઓ સીતાની શોધ જરૂર કરશે. સીતાને પાછી મેળવવા આકાશપાતાળ એક કરશે. પરંતુ કોઈ ચિંતા નહીં, લંકામાંથી સીતાને લઈ જવી દેવ-અસુરો માટે પણ દુષ્કર છે. હજી તેમણે દશમુખના પરાક્રમને જોયું નથી; મારી સામે કોણ ટકી શક્યું છે? સહસ્ત્રકિરણ, ઇન્દ્ર, યમ, કુબેર પોતાને કેવા સમજતા હતા? છતાંય ધૂળ ચાટતા કરી નાંખ્યા. ભલેને રામ-લક્ષ્મણ ધમપછાડા કરે, એમને કંઈ વળવાનું નથી.
‘હા સીતા જો માની જાય, મારા અનુનયને માન આપી ભારી રાણી બની જાય. બસ પછી રામ-લક્ષ્મણ કંઈ જ કરી શકે તેમ નથી. સીતાને કેવી રીતે સમજાવવી? રોજ એને સમજાવું છું. ત્રિજટા પણ એને ઓછું સમજાવે છે? પણ તે તો ભોજન પણ કરતી નથી.
આવી સ્ત્રી મેં જોઈ નથી! હજાર વિદ્યાધર કન્યાઓનું મેં અપહરણ કર્યું. મારે જરાય પ્રયત્ન કરવો પડ્યો નહિ, તે બધી મારી ઇચ્છાને વશ થઈ ગઈ, પણ સીતા.. હું એનો ત્યાગ કરી શકું તેમ નથી. તે મને ધુત્કારે છે, મારું અપમાન કરે છે, મારા પ્રત્યે તિરસ્કાર વરસાવે છે, છતાં એના પ્રત્યે મારો રાગ ઘટતો નથી, દિન પ્રતિદિન મારો રાગ વધતો જાય છે, સમજાતું નથી કે મને શું થઈ ગયું છે?
સીતા... સીતા જ છે. મંદોદરી જેવી રૂપરાણી પણ સીતા આગળ ઝાંખી પડી જાય છે. તેના વિના મારું જીવન નીરસ છે, લંકાનું સામ્રાજ્ય તુચ્છ છે અને વૈભવ-સંપત્તિનું મૂલ્ય નથી.
રાવણનું ચિત્ત વિહ્વળ બની ગયું. તેણે ચન્દ્રનખાને રહેવા જુદો મહેલ આપ્યો, લંકામાં આનંદથી રહેવાનું આશ્વાસન આપ્યું. રાવણ ખુદ દુ:ખી હતો. ચન્દ્રનખાના દુઃખને સમજવાની તેની માનસિક સ્થિતિ ન હતી.
સીતાજીને મનાવી લેવા, સમજાવી દેવા, ઇચ્છાનુકૂલ બનાવી દેવા, રાવણ યોજનાઓ વિચારવા લાગ્યો.
૦
૦
૦
For Private And Personal Use Only