________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૪
તારારાણી
પતિના નિઃશંક અને અખંડ પ્રેમથી તારા પોતાને દુનિયાની શ્રેષ્ઠ અને સુખી સ્ત્રી સમજતી હતી, પરંતુ જ્યારે અણધારી આફત આવી, ત્યારે તેને પોતાનું સ્વર્ગ વેરાન બની જતું લાગ્યું. આશા અને નિરાશાઓ વચ્ચે તેણે આપત્તિ-કાળ પસાર કર્યો અને પુનઃ તેનું સ્વર્ગ નવા રૂપે સજીવન થયું.
સુગ્રીવના દિવસો પર દિવસો અંતઃપુરમાં વ્યસ્તૃત થવા લાગ્યા. તારાના સાંનિધ્યમાં એ દેશ, દુનિયા અને અતિથિને ભૂલી ગયું. શ્રી રામ અને લક્ષ્મણજી કિષ્કિન્ધાના ઉદ્યાનમાં રોકાયેલા હતા. સુગ્રીવે સીતાજીના સમાચાર મેળવી આપવાનું વચન આપ્યું હતું. જ્યારે લક્ષ્મણજીને સમાચાર મળ્યા કે સુગ્રીવ સીતાજીની પરિશોધમાં નથી ગયો. પરંતુ અં તો અંતઃપુરમાં દિવસો વ્યતીત કરે છે, લક્ષ્મણજી રોષથી ધમધમી ઊઠ્યા.
‘આર્યપુત્ર, કુપાત્ર પર કરેલા ઉપકારો વ્યર્થ જાય છે.' ‘શું થયું વત્સ?”
હું તો સમજ્યો હતો કે સુગ્રીવ મૈથિલીની શોધમાં ગર્યા છે, પરંતુ ના, એ તો આટલા દિવસોથી અંતઃપુરમાં ભરાયો છે!'
શ્રી રામ, લક્ષ્મણજી સામે જોઈ રહ્યા અને એક ઊંડા વિચારમાં પડી ગયા. તેઓ પોતાના મનમાં જ લક્ષ્મણજીને ઉત્તર આપી રહ્યા-‘લક્ષ્મણ, એમાં સુગ્રીવનો દોષ શું? એની રાણી તારાનો પણ દોષ નથી. બંનેએ એક બીજા વિના કેટલા દિવસ સહન કર્યું? લક્ષ્મણ, મનુષ્યમાં આ એક રાગનું જ તત્ત્વ એવું છે કે જેના પ૨ આંતર-બાહ્ય દુનિયાનું સર્જન-વિસર્જન થાય છે! મારા જીવનમાં જેવું સ્થાન સીતાનું છે, તેવી જ રીતે સુગ્રીવના જીવનમાં તારા વણાયેલી છે. એ તારાને પામી તારામય બની ગયો. જ્યારે મને સીતા મળશે ત્યારે ? લક્ષ્મણ રોષ ન કર, એ જેવી સ્થિતિમાં આપણા કાર્યને ભૂલી ગયો, એવી સ્થિતિમાં હું કે તું મુકાઇએ તો આપણે શું દુનિયાને ન ભૂલી જઈએ? એનો તારાનો પ્રશ્ન ઊકલી ગયો, જ્યારે સીતાનો પ્રશ્ન ઊભો રહ્યો છે.'
‘હું સુગ્રીવને જરા યાદ તો આપી આવું!' લક્ષ્મણજીએ પૂછ્યું.
‘હા, તેને યાદ તો આપવી જોઈએ.'
શસ્ત્રસજ્જ બની, રોપથી ધમધમતા, લક્ષ્મણજી સુગ્રીવના મહેલે પહોંચ્યા. દ્વારપાલો ભયભીત બનીને દૂર હટી ગયા, દાસદાસીઓ અને સૈનિકો શ્રી લક્ષ્મણજીના રોષથી ગભરાઈ ગયાં. દાસીએ અંતઃપુરમાં જઈ સમાચાર આપ્યા. સુગ્રીવ અંતઃપુરની બહાર દોડી આવ્યો અને લક્ષ્મણજીનાં ચરણોમાં પ્રણામ
For Private And Personal Use Only