________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દુઃખી બીજા દુઃખિયાની સહાય જાય છે! મહાન પુરુષોનો જાણે એ સ્વભાવ હોય છે! તેઓ હંમેશાં સ્વકાર્ય કરતાં પરકાર્યમાં વિશેષ પુરુષાર્થ કરતા હોય છે. શ્રી રામ સુગ્રીવની આપત્તિ, સુગ્રીવની વેદના જાણી, તરત કિષ્કિન્ધા જવા તૈયાર થયા, માર્ગમાં વિરાધે સુગ્રીવને સીતા અપહરણનો વૃત્તાંત કહી સંભળાવ્યો, શ્રી રામે વિરાધને પાતાલલંકા પાછો વાળ્યો, સુગ્રીવે સીતાજીની ભાળ મેળવી આપવાનું આશ્વાસન આપ્યું.
કિષ્કિન્ધાના દારે પહોંચી, સુગ્રીવે બનાવટી સુગ્રીવને યુદ્ધ માટે આહવાન આપ્યું. બનાવટી સુગ્રીવ કંટાળી ગયો હતો. એ કોઈ પણ નિર્ણય પર પહોંચવા તૈયાર હતા કારણ કે આટલા દિવસ વીતવા છતાં તેને અંતઃપુરમાં જવાની તક મળી ન હતી. મહાકાલ જેવો ચન્દ્રરશ્મિ તેના માર્ગને રોકીને ઊભો હતો. જ્યાં સુગ્રીવે યુદ્ધ માટે આહ્વાન કર્યું, બનાવટી સુગ્રીવ તૈયાર થઈ ગયો અને પ્રચંડ સૈન્ય સાથે તે નગરની બહાર નીકળ્યો. શ્રી રામે બંને સુગ્રીવને જોયા. શ્રી રામને ત્યારે આશ્ચર્ય થયું કે જ્યારે સુગ્રીવ પાતાલલંકામાં બનાવટી સુગ્રીવની વાત કરી હતી! પરંતુ આજે તેમણે પ્રત્યક્ષ બે સમાન સુગ્રીવને જોયા. મહાન રામ ક્ષણભર વિમાસણમાં મુકાઈ ગયા, ‘કાણ સાચા ને કોણ બનાવટીં?” તેઓ નિષ્ક્રિય બની જોઈ રહ્યા. લક્ષ્મણજીની સ્થિતિ પણ એવી જ થઈ. પરંતુ શ્રી રામે વજવત' ધનુષ્યને હાથમાં લીધું. તેમણે ધનુષ્યનો ભીષણ ટંકાર યો.
વજવર્ત ધનુષ્યના ટંકારે “રૂપપરાવર્તિની’ વિદ્યાની શક્તિ નષ્ટ કરી દીધી. બનાવટી સુગ્રીવની પોલ ખુલ્લી પડી ગઈ. “સાહસગતિ' નિરાધાર દશામાં મુકાઈ ગયો. શ્રી રામના ક્રોધ-જવાલામુખી ફાટી નીકળ્યો.
“દુષ્ટ, અધમ, માયાવી, પરસ્ત્રીલંપટ, હવે તું તારું પરાક્રમ બતાવ. ધનુષ્ય હાથમાં લે...” - શ્રી રામે ક્ષણવારમાં સાહસગતિને વીંધી નાખ્યો. સુગ્રીવ શ્રીરામના ચરણોમાં નમી પડ્યાં. શ્રી રામે સુગ્રીવનો પુન: વાનરદ્વીપના અધિપતિ તરીકે રાજ્યાભિષેક કર્યો. સુગ્રીવ શ્રી રામની ઉપકારપરાયણતા અને પરદુઃખભંજકતા પર ઓવારી ગયો. તે ગદ્ગદ્ થઈ ગયો. “હું ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવે?” તેના મનમાં આ એક નવા પ્રશન ઊભો થઈ ગયો.
ઉત્તમ પરષો જેવી રીતે બીજા પર ઉપકાર કરવામાં તત્પર હોય છે, તેવી
For Private And Personal Use Only