Book Title: Jain Ramayana Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 350
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ઉ૦૯ “અહોભાગ્ય,' કહી દૂત ઝડપથી સોપાન વટાવી રાજસભાના મુખ્ય પ્રવેશદ્વારે પહોંચ્યો. રાજસિંહાસન પર બિરાજિત વિરાધ અને બાજુના સુવર્ણ આસને બિરાજિત બે દિવ્યાકૃતિ પુરુષોને તેણે જોયા. હું વાનરદ્વીપના અધિપતિ મહારાજા સુગ્રીવનો દૂત છું” એ વાત યાદ કરી રાજસભામાં પ્રવેશ્યો. “પાતાલ-લંકાપતિનો જય હો” તેણે વિરાધને પ્રણામ કર્યા. કહો, મહારાજા સુગ્રીવ અને વાનરદ્વીપની પ્રજા કુશળ તો છે ને?' વિરાધે ક્ષેમકુશળ પૂછ્યા. હે રાજન; મહારાજ સુગ્રીવ મોટી આપત્તિમાં ફસાયા છે, માટે હું અહીં આવ્યો છું. દૂતે બનેલી સર્વ ઘટના કહી સંભળાવી. વિરાધે શ્રી રામ સામે જોયું. મારા સ્વામી શ્રીરામ તથા લક્ષ્મણજીની સહાય ચાહે છે. એમના સિવાય કોઈ મારા સ્વામીનું દુઃખ દૂર કરી શકે એમ નથી. એ માટે કિષ્કિન્ધાપતિ આપના દ્વારે આવવા ચાહે છે.” મહારાજા સુગ્રીવ જલ્દી અહીં પધારે. મહાનપુણ્યના યોગે સજ્જન પુરુષોનો સંગ મળે છે.” દૂત પ્રસન્ન થયો. તેણે પુનઃ વિરાધને પ્રણામ કર્યા અને રાજસભાની બહાર નીકળી, અશ્વારોહી બની કિષ્કિન્ધાના માર્ગે ઝડપથી પ્રયાણ કર્યું. સુગ્રીવ અતિ અસ્વસ્થ સ્થિતિમાં દૂતની રાહ જોઈ રહ્યો હતો. તેની અંતિમ અને સર્વ આશાઓ દૂતના સમાચાર પર અવલંબિત હતી. બાહોશ અને ખમીરવંતો સુગ્રીવ આજે હતપ્રભ બની ગયો હતો, તેના અંગેઅંગ જાણે ચેતનહીન બની ગયાં હતાં. સુગ્રીવે આવી કારમી હાર જીવનમાં ક્યારેય અનુભવી ન હતી. આવું અણધાર્યું, કદીય નહીં કલ્પેલું સંકટ તેને પીંખી રહ્યું હતું. આ કર્મપ્રેરિત, કર્મસજિત પરિસ્થિતિ, માણસને કેવો વિવશ બનાવી દે છે, સુગ્રીવે ત્યારે અનુભવ્યું. તેના તન-મનના સાંધા ઢીલાઢસ બની ગયા હતા. સુગ્રીવ વિદ્યાધર રાજા હતો. વિદ્યાશક્તિઓ પણ તેને આ વિકટ સંકટમાંથી ઉગારી ન શકી. વાલીપુત્ર ચન્દ્રરશ્મિ યુવરાજ હતો, તે અંતઃપુરની રક્ષા કરી રહ્યો હતો, પરંતુ સુગ્રીવના આ દુઃખને એ ટાળી શકે તેમ ન હતો. તેને એક જ આશા બંધાઈ હતી. “શ્રી રામ અને લક્ષ્મણ મારા દુઃખને મિટાવી શકે!” વિરાધના સમાચારની રાહ જોતા સુગ્રીવને, એક સંધ્યાએ દૂતે આવી સમાચાર આપ્યા. સુગ્રીવ હર્ષોન્મત્ત બની ગયો. દૂતને ગળાનો હાર ભેટ કરી દીધો અને એ જ સંધ્યાએ ચુનંદા અશ્વારોહી સુભટો સાથે સુગ્રીવ પાતાલલંકાની દિશામાં અદશ્ય બની ગયો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358