Book Title: Jain Ramayana Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 349
________________ Shri Mahavir Jain Aradhana Kendra 30. www.kobatirth.org સુગ્રીવનું સંકટ ચન્દ્રરશ્મિએ કટારી ઉઠાવી લીધી અને બનાવટી સુગ્રીવ જીવ લઈને ભાગ્યો. તે ખૂબ નિરાશ થઈ ગયો. પોતાની છાવણીમાં જઈ, ભારે વ્યથા અનુભવતો તે પલંગમાં પડ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચો સુગ્રીવ સ્વસ્થ થયો. તેને પોતાના પરાજય પર ખૂબ સંતાપ થયો. ‘હું પરાક્રમભ્રષ્ટ થયો. મેં વાલીના પરાક્રમને કલંકિત કર્યું, શ્રી હનુમાન જોતા રહ્યા ને હું કુટાઈ ગયો. પણ તેઓ શું કરે? કોનો પક્ષ લે? તો હવે હું કોના શરણે જાઉં? આવા પ્રસંગે મિત્ર ખર વિદ્યાધર જરૂર મને મદદ કરી શકત, પરંતુ શ્રી લક્ષ્મણજીના હાથે તે મરાયો... હા, ચક્રવર્તીસમા લંકાપતિ રાવણના શરણે જાઉં તો? ના...એ સ્ત્રીલંપટ છે, મને અને કપટી સુગ્રીવને મારીને તારારાણીને એ જ ઉપાડી જાય. એને બોલાવવામાં સર્વનાશ થાય તો! એક વાત છે. વિરાધને પાતાલલંકાનું રાજ્ય અપાવનાર શ્રી રામ-લક્ષ્મણના શરણે જાઉં. તેઓ હાલ વિરાધના આગ્રહથી પાતાલલંકામાં જ રોકાયેલા છે, સાંભળ્યું છે કે બે ભાઈઓ ઘણા પરાક્રમી છે, સાથે દયાળુ પણ છે. રાજ્યના લોભી પણ નથી, સ્ત્રીલંપટ નથી. પરદુઃખભંજક છે. બસ એ સિવાય બીજું કોઈ શરણ નથી.’ સુગ્રીવને અંતિમ વિચાર ગમ્યો; તેનું હૃદય પણ સાક્ષી પૂરવા લાગ્યું. તરત તેણે એક વિશ્વાસપાત્ર દૂત બોલાવ્યોઃ 'તું અવિલંબ પાતાલલંકા જા. રાજા વિરાધને અહીંનો ખ્યાલ આપજે ને કહેજે : અમારા માલિક રાજા સુગ્રીવ મહાન સંકટમાં ફસાયા છે, તેમાંથી મુક્ત થવા શ્રી રામ-લક્ષ્મણનો આશ્રય લેવા ચાહે છે, તે માટે મારા માલિક આપના દ્વારે આવવા તલસે છે.’ દૂતે પ્રણામ કર્યા અને પાતાલલંકાના માર્ગે પ્રયાણ કર્યું. સુગ્રીવ કિષ્કિન્ધપુરના બાહ્ય ઉઘાનમાં દૂતની પ્રતીક્ષા કરો નિવાસ કરીને રહ્યો. ‘દૂત.’ ‘ક્યાંના?' દૂત પાતાલલંકા આવી પહોંચ્યો. રાજમહાલયની સોપાનપંક્તિ પાસે પહોંચતાં બે રક્ષક સુભટોએ દૂતના અશ્વને પકડી લીધો. કોણ છો?’ ‘કિષ્કિન્ધાનાનગરીના.’ દૂત અશ્વ પરથી નીચે ઊતરી પડ્યો ને મહારાજા વિરાધની અનુજ્ઞાની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેણે પાતાલલંકાની રિદ્ધિ-સિદ્ધિ જોઈ આશ્ચર્ય અનુભવ્યું. ભવ્ય રાજમહેલની કલાત્મક સોપાનપંક્તિ પર તે મુગ્ધ બન્યો. મહારાજા આપને મળવા આતુર છે.' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358