________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુગ્રીવનું સંકટ કોઈ દુષ્ટ, અધમ છે. કહે છે કે એ સીધો જ અંતઃપુર તરફ ગયો હતો.. એનો શું ઇરાદો હશે? કાલે પુનઃ યુદ્ધ થશે. જો હું એ કપટીને નહિ જીતી શકે તો? સુગ્રીવ કંપી ઊઠ્યો. તેને પોતાની જાત અસહાય લાગી. છતાંય તેને એક આશાનું કિરણ દેખાયું. ‘હનપુરનગરથી શ્રી હનુમાન જો આવે તો મને આ આફતથી મુક્ત કરે.' રાત ઘણી વીતી ગઈ હતી. સુગ્રીવે પોતાની છાવણીના સેનાપતિને હાક મારી. સેનાપતિ દોડી આવ્યો ને પ્રણામ કરી ઊભો રહ્યો.
હનુપુરનગર જવાનું છે. જેવી આજ્ઞા.' શ્રી હનુમાનને અહીં બોલાવી લાવવાના છે.” ‘અવશ્ય.' ‘પ્રભાતે અહીં હાજર જોઈએ.” “હું અવકાશયાન લઈને જ જઈશ.'
ભલે.” સેનાપતિ વિદાય થયો. તેણે અવકાશયાન તૈયાર કર્યું અને હજુપુરના માર્ગ લીધો. માત્ર એક કલાકમાં જ તે હનુપુર પહોંચી ગયો. ઉદ્યાનમાં અવકાશયાનને મૂકી સેનાપતિએ હનુપુરના દરવાજા ખખડાવ્યા. દ્વારપાલે આવશ્યક પરિચય મેળવી, સેનાપતિને હનુમાન સાથે મેળાપ કરાવી આપ્યો. સેનાપતિએ શ્રી હનુમાનને કિષ્કિન્ધપુરની દુઃખદ ઘટના કહી સંભળાવી. હનુમાન વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું.
‘સેનાપતિજી, તમારું કહેવું યથાર્થ છે, પરંતુ હું આવીને શું કરીશ? હું કોનો પક્ષ લઈશ? કદાચ મારે હાથે સાચો સુગ્રીવ હણાઈ ગયો તો? તમારી વાત સાંભળી મને ઘણું જ દુઃખ થયું છે, હું મારી સર્વ સેવા આપવા પણ તૈયાર છું. પણ હું કેવી રીતે સાચા સુગ્રીવને ઓળખીશ? ઓળખ્યા વિના પક્ષ કેવી રીતે લેવાય? બાકી યુવરાજ ચંદ્રરાશિમ અસમર્થ છે?'
આપ કિષ્કિન્ધપુર પધારો. આપ ત્યાંની પરિસ્થિતિને જુઓ. કોઈ ઉપાય મળી જાય તો.'
હું તૈયાર છું.'
આપણે પ્રભાત થતાં પહેલાં પહોંચી જવાનું છે. હું અવકાશયાન લઈને આવ્યો છું.”
શ્રી હનુમાન સેનાપતિની સાથે ઉદ્યાનમાં આવ્યા અને અવકાશયાનમાં બેઠા.
For Private And Personal Use Only