________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ00
પાતાળલંકામાં ચન્દ્રનના લંકા પહોંચી. રોતી ને કકળતી. છાતી ફાટ રુદન કરતી રાવણ પાસે જઈ તેણે કહ્યું:
તારા જેવો વિશ્વવિજેતા મારો ભાઈ હોવા છતાં હું તો લૂંટાઈ ગઈ, મારું સર્વસ્વ હરાઈ ગયું.' “શું થયું?” ચિંતાતુર રાવણે સહજ ભાવે પૂછ્યું. શું થયું? થવામાં કાંઈ જ બાકી રહ્યું નથી!” એટલે?” પુત્ર શબૂક હણાયો.” ‘જાણું છું.” તારા બનેવી યુદ્ધમાં હણાયા...”ચન્દ્રનખા પોકે પોકે રડી પડી, “શું એ જ રામ-લક્ષ્મણના હાથે?” “હા...' રાવણના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ. તે વિચારમાં પડી ગયો. ‘પાતાલલંકા પણ ગઈ.' કેવી રીતે?
ચન્દ્રોદરનો પુત્ર વિરાધ મોટું સૈન્ય લઈને આવ્યો. વળી પેલા રામ-લક્ષ્મણને પણ લેતો આવ્યો. પુત્ર સુંદે યુદ્ધ કર્યું, પરંતુ તે એ રામ-લક્ષ્મણને નથી ઓળખતો, અમે ભાગી આવ્યાં.”
રાવણ સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. ચન્દ્રનખાના શબ્દોએ એના હૃદયમાં ખળભળાટ મચાવ્યો, તું એ રામ-લક્ષ્મણને નથી ઓળખતો.
શું એ ભાઈઓ એવા બળવાન છે? હા, મેં રામને જોયા હતા. એના અંગેઅંગમાંથી તેજ નીતરતું હતું. તેની ગૌરવર્ણ કાયામાંથી પૌરુષ બહાર પડતું હતું. તેની સન્મુખ જતાં પણ મારા પગ ધ્રુજી ગયા હતા. અને?...અવલોકની વિદ્યાદેવીએ પણ શું કહ્યું હતું? “રામની હાજરીમાં કોઈ દેવ કે અસુર પણ સીતાનું અપહરણ કરવા સમર્થ નથી.” રામની ધાક વિદ્યાશક્તિઓ ઉપર પણ છે! કહે છે કે રામનો ભાઈ લક્ષ્મણ પણ અજોડ પરાક્રમી છે. તેણે એકલે હાથે ચૌદ હજાર રાક્ષસ સુભટોને રણમાં રોળી નાખ્યા. ખર જેવા પ્રખર પ્રતાપી રાજાનો શિરચ્છેદ કર્યો અને હવે પાતાલલકામાં આવી વસ્યા!'
For Private And Personal Use Only