________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પ૯૯ ચન્દ્રનખાએ સંદને ખૂબ આગ્રહ કર્યો.
મ, શત્રુનું બળ આપણાથી અધિક છે, માટે આપણે નહીં જીતી શકીએ. આ કલ્પના આવી એટલે જ પરાજય થઈ ચૂકયો! ખેર, તારા આગ્રહ છે, તો આપણે નથી લડવું. ચાલો લંકા.”
સુદ રથને ધીરે ધીરે યુદ્ધના મેદાનમાંથી બહાર કરવા માંડચો. સુંદનું સૈન્ય પણ હટવા માંડ્યું. વિરાધે જોયું કે સુંદ પાછળ હટી રહ્યો છે, તેણે સતત ધસારો ક્યાં અને પાતાલલકામાં પ્રવેશવાનો માર્ગ સાફ કરી દીધો. સુંદ બચેલા સુભટો સાથે લંકાના રસ્તે રવાના થઈ ગયો.
શ્રી રામ તથા લક્ષ્મણજી સાથે વિરાધે ભવ્ય દબદબાપૂર્વક પાતાલલંકામાં પ્રવેશ કર્યો. પાતાલલંકાને ખર રાજાએ ખૂબસૂરત બનાવી હતી. રાવણની લંકાની જાણે પ્રતિકૃતિ જોઈ લો.
પાતાલલફાના રાજમાર્ગો, વિનયથંભો, મંદિરો... બધું જ ભવ્ય, કલાત્મક અને નયનરમ્ય હતું.
વિરાધે શ્રી રામને ખર-રાજાના મહેલમાં રહેવા અભ્યર્થના કરી અને પોતે યુવરાજ સંદના મહેલમાં નિવાસ કરવા લાગ્યો. પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવાના આનંદથી વિરાધ ખુબ જ પ્રસન્ન હતો. શ્રી રામ-લક્ષમણના ઉપકાર સ્મરણ કરત વિરાધ તેઓની સેવામાં તત્પર રહેતો હતો. પરંતુ શ્રી રામ બેચેન રહેતા હતા. લમણાજી ઉદ્વિગ્ન હતા. ‘વિરાધ, મૈથિલીના કોઈ સમાચાર મળ્યા?” “ના પ્રભુ, ચરપુરુષોને ભિન્ન ભિન્ન દ્વીપો પર મોકલ્યા છે. તપાસનું કામ ચાલુ જ છે. પરન્તુ હજુ સુધી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થયા નથી.'
“તો પછી અમારે અહીં બેસી રહેવું કેવી રીતે? લક્ષ્મણ, ચાલો આપણે સીતાની શોધ કરીએ... અહો, મૈથિલીનું શું થયું હશે?' રામે નિસાસો નાખ્યો.
હે પૂજ્ય, આપને શોધવા જવાની જરૂર નથી. હું એ કાર્યમાં દિનરાત પરોવાયેલો છું. મારા વિશ્વાસપાત્ર સુભટો દ્વારા કામ ચાલુ જ છે. આપ કૃપા કરી વૈર્ય ધારણા કરો.' વિરાધે શ્રી રામને વિનંતી કરી.
વિરાધે પાતાલલંકા આવી પહેલું કામ સીતાજીની પરિશોધ કરવાનું જ શરૂ કર્યું હતું. પરન્તુ તેને સીતાજીના કોઈ સમાચાર મળી રહ્યા ન હતા, એ ચિંતાતુર હતો, પણ શું કરે?
For Private And Personal Use Only