________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન રામાયણ
903
અટકાવ્યો: ‘મહારાજા સુગ્રીવ તો ક્યારના મહેલમાં પધારી ગયા. તમે બીજા સુગ્રીવ ક્યાંથી આવ્યા?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘અરે દ્વા૨૨ક્ષકાં, સાચો સુગ્રીવ તો હું છું, પહેલાં જે ગયો તે બનાવટી છે!' દ્વા૨૨ક્ષકો, સુભટો, કોટવાલ વગેરે દ્વિધામાં પડી ગયા. બંનેનું રૂપ સમાન, ઊંચાઈ સમાન, અવાજ સમાન, કોણ સાર્યા સુગ્રીવ ને કોણ બનાવટી?
વાત મંત્રીમંડળ પાસે પહોંચી. સુગ્રીવના પુત્રોએ પણ વાત સાંભળી. વાલીપુત્ર ચંદ્રરશ્મિએ વિચાર્યું: ‘બે સુગ્રીવમાં એક સાચો છે ને એક બનાવટી છે, જ્યાં સુધી સાચા સુગ્રીવનો સર્વમાન્ય નિર્ણય ન થાય ત્યાં સુધી બેમાંથી કોઈને પણ અંતઃપુરમાં પ્રવેશવા દેવા નહીં જોઈએ.' તેણે શસ્ત્રો ઉઠાવ્યાં અને અંતઃપુરના દ્વારે જઇ પહોંચ્યો . બનાવટી સુગ્રીવ અંતઃપુરમાં પ્રવેશવાની તૈયારીમાં જહતો ત્યાં ચન્દ્રરશ્મિ દ્વાર રોકીને ઊભો રહી ગયો.
બનાવટી સુગ્રીવ નવી આફત જોઈ અકળાઈ ઊઠ્યો. બીજી બાજુ મહારાજા સુગ્રીવનું અંતઃપુરમાં સ્વાગત કરવા તારારાણી દ્વારે આવી પહોંચી. ચંદ્રરશ્મિએ કહ્યું ‘માતા, આપ ચાલ્યાં જાઓ, અંતઃપુરના ગુપ્તકક્ષમાં આપ પહોંચી જાઓ.'
‘પરંતુ શી વાત છે, ચન્દ્ર?' તારારાણી ચન્દ્રરશ્મિને શસ્ત્રસજ્જ બની દ્વારે ઊભેલો જોઈ, ઘોર શંકામાં પડી ગઈ.
‘કિષ્કિન્ધપુરમાં બે સુગ્રીવ છે! એક અંતઃપુરના દ્વાર ઊભો છે, એક નગરના ધારે ઊભો છે. જ્યાં સુધી સાચા સુગ્રીવનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી કોઈ પણ અંતઃપુરમાં નહીં પ્રવેશી શકે.'
ચન્દ્રરશ્મિએ અંતઃપુરના રક્ષકોને અંતેપુરની ચારે બાજુ સશસ્ત્ર પહેરો ગોઠવી દેવાની આજ્ઞા કરી.
‘કુમાર, હું સાચો સુગ્રીવ છું, હું અંતઃપુરમાં જવા અધિકારી છું.'
‘તમે સાચા છો કે નગરદ્વારે ઊભેલા સુગ્રીવ સાચા છે, એનો નિર્ણય થાય ત્યાં સુધી આપ ધીરજ ધરો.'
‘એટલે?’
‘બેમાંથી કોઈને અંતઃપુરમાં પ્રવેશ નહીં મળે.'
‘તું કોણ મને રોકનાર?'
‘ચન્દ્રરશ્મિ, વાલીપુત્ર.’
‘એ તો હું જાણું છું. મને અંતઃપુરમાં જતાં રોકવાનાં તને અધિકાર નથી.’ તમે નહીં પ્રવેશી શકો.' ચન્દ્રરશ્મિએ દૃઢ નિશ્ચયાત્મક અવાજમાં પોતાનો
For Private And Personal Use Only