________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ ૭૧. સુગ્રીવનું સંકટ
મનોહર વાનર દ્વીપ.
ઊંચા કિષ્કિન્ધ પર્વત પર વિશાળ કિષ્કિન્ધા નગરી.
વાનર દીપનો અધિપતિ રાજા સુગ્રીવ ત્યાં રાજ્ય કરતો હતો. સુગ્રીવ પ્રજાપ્રિય અને પ્રબલ પરાક્રમી રાજા હતો. લંકાપતિ રાવણ સાથે સુગ્રીવને જૂની મિત્રતાનો સંબંધ હતો. પાતાલલંકાના રાજા ખર સાથે સુગ્રીવને મિત્રતા હતી.
સુગ્રીવનું લગ્ન જ્યારે તારા૨ાણી સાથે થયું હતું ત્યારથી સાહસદંત વિદ્યાધરકુમાર સુગ્રીવને પોતાનો કટ્ટર શત્રુ સમજતો હર્તા, કારણ કે સાહસતિ તારા સાથે લગ્ન કરવા ચાહતો હતો. સાહસગતિ સુગ્રીવના પરાક્રમ આગળ લાચાર હતો; પરંતુ ગમે તે ભોગે તે તારાને મેળવવા તલસતાં હતાં. તેણે હિમવંતગિરિની ગુફામાં આસન જમાવ્યું અને ‘પ્રતારણી’ વિદ્યા સિદ્ધ કરી. બસ, જ્યાં પ્રતા૨ણી વિદ્યા સિદ્ધ થઈ, વાનર દ્વીપ પર આવી પહોંચ્યો.
સાહસગતિએ ‘પ્રતારણી' વિદ્યાના સહારે સુગ્રીવનું રૂપ ધારણ કર્યું. જાણે સાક્ષાત્ કામદેવ! તે કિષ્કિન્ધાના ઉદ્યાનમાં આવી ગયો. સુગ્રીવ બાહ્ય ઉદ્યાનમાં ક્રીડા માટે ગયો તે તકનો લાભ લઈ સાહસગતિ મહેલમાં પ્રવેશ્યાં; રાજમહાલયના રક્ષકોએ સાહસતિને પ્રણામ કરી માર્ગ આપ્યો, રક્ષકો તો ‘આ અમારા માલિક સુગ્રીવ છે.' એ ખ્યાલમાં હતા, બનાવટી સુગ્રીવે સીધો અંતઃપુરનો માર્ગ લીધો, કે જ્યાં તારારાણી રહેલી હતી.
કસમયે મહારાજાને અંતઃપુરના દ્વારે આવેલા જોઈ, અંતઃપુરના રક્ષકોને આશ્ચર્ય થયું. કંચુકીએ અંતઃપુરમાં જઈ તારા૨ાણીને સમાચાર આપ્યા:
‘દેવી, મહારાજા પધાર્યા છે.’
‘અત્યારે?’
‘હા.'
તારારાણી સ્નાનગૃહમાં જઈ રહી હતી. તેણે કહ્યું:
‘મહારાજાને પ્રાર્થના કરો કે તેઓ થોડો સમય થોભે, હું સ્નાનાદિથી નિવૃત્ત થઈ મહારાજાનું સ્વાગત કરવા દ્વારે આવું છું.' તારારાણી સ્નાનગૃહમાં ચાલી ગઈ. બનાવટી સુગ્રીવ અંતઃપુરની બહાર આંટા મારવા લાગ્યો; તેના હર્ષની સીમા ન હતી. તે અંતઃપુરમાં જવા તલપાપડ થઈ રહ્યો હતો.
બીજી બાજૂ સાચો સુગ્રીવ ઉદ્યાનમાં ક્રીડા કરી પાછો વળ્યો; નગરક્ષકોએ
For Private And Personal Use Only