________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ લક્ષ્મણજી શ્રી રામ પાસે બેસી ગયા. શીતલ વાયુના ઉપચારથી મૂચ્છ દૂર થઈ. લક્ષ્મણજીએ કહ્યું :
હે આર્યપુત્ર, આપનો ભ્રાતા લક્ષ્મણ શત્રુઓને જીતી, આપની પાસે જ ઉપસ્થિત છે...હે , ચિંતા ન કરો, શોક ન કરો.'
શ્રી રામે લક્ષ્મણજીને જોયા. લક્ષ્મણના પીયૂષ સદેશ શબ્દોથી શ્રી રામ પ્રફુલ્લિત થયા. તેઓ લક્ષ્મણજીને ભેટી પડયા. લમણજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આંસુભરી આંખે બોલ્યા:
કોઈ માયાવીએ આર્યાના અપહરણ માટે જ સિંહનાદ કર્યો, પરંતુ હું પ્રતિજ્ઞા કરું છું કે એ માયાવીના પ્રાણો સાથે જ જાનકીને લાવીશ. પરંતુ હાલ તરત એ તપાસ કરીએ કે આર્યાનું અપહરણ કોણે કર્યું અને હાલ આર્યા ક્યાં છે.'
આપનું કથન યથાર્થ છે સૌમિત્રી, આર્યાની તપાસ કરવા હું સુભટો રવાના કરું છું.' વિરાધે સુભટોને સીતાજીની પરિશોધ માટે રવાના કર્યા. સેંકડો સૈનિકો દંડકારણ્યની ચારે દિશાઓમાં રવાના થઈ ગયા.
શ્રી રામે વિરાધ સામે જોયું, વિરાધે શ્રી રામનાં ચરણોમાં પ્રણામ કર્યા. લક્ષ્મણજીએ વિરાધનો પરિચય કરાવી કહ્યું:
સ્વામિનુ! વિરાધને એના પિતાના રાજ્ય પર સ્થાપિત કરો. ખર સાથેના યુદ્ધમાં મેં એને વચન આપ્યું છે.”
વચનનું પાલન કરવું જ જોઈએ વત્સ! આર્યાના સમાચાર મળ્યેથી, પાતાલલંકા પર વિરાધનો રાજ્યાભિષેક કરી દઈશું.”
આપની મહાન કૃપા.” વિરાધે શ્રી રામને પ્રણામ કર્યા. સીતાજીની પરિશોધ માટે ગયેલા સુભટોની રાહ જોતા ત્રણેય ત્યાં બેઠા. શ્રી રામ વારંવાર વેદનાથી કરાહતા હતા. લક્ષ્મણજી વારંવાર ક્રોધથી દાંતો વડે અધરને દબાવતા હતા. વિરાધ ચારે દિશામાં દૂર દૂર સુધી દૃષ્ટિ નાખી, સુભટોના આગમનની તપાસ કરતો હતો.
સંધ્યા-સમયે સુભટો નિરાશ વદને પાછા આવવા લાગ્યા. શ્રી રામ ઉત્સુકતાથી સામે દોડી જઈ, સીતાના સમાચાર પૂછવા લાગ્યા, પરંતુ સુભટો જ્યારે પોતાનાં મુખ નીચાં કરી નિરુત્તર રહેતા, ત્યારે શ્રી રામ હતાશ થઈ જતા. બધા જ પાછા આવી ગયા. શ્રી રામે કહ્યું:
‘તમે તમારી શક્તિ અનુસાર પુરુષાર્થ કર્યો. સીતાની ભાળ ન મળી તેમાં તમારો શો દોષ? જ્યાં દૈવ વિપરીત હોય ત્યાં તમે હો કે બીજો કોઈ શું કરી શકે?”
For Private And Personal Use Only