________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૫
જૈન રામાયણ
સહાયથી વિજય મેળવવો તે મારા માટે લજ્જાજનક છે! હા, આજથી મારા જ્યેષ્ઠ શ્રી રામ તારા સ્વામી છે અને આજે જ હું તને પાતાલલંકાના રાજસિંહાસને સ્થાપિત કરું છું.'
ત્રિશિરના વધના સમાચાર ખરને મળતાં તે ધૂંધવાઈ ઊઠ્યો. રથમાં આરૂઢ થઈ ખર લક્ષ્મણજીને લલકારતો સામે આવી પહોંચ્યો. ત્યાં તો લક્ષ્મણજી પાસે વિરાધને પણ જોયો. ખરનો કોપ ફાટી નીકળ્યો, તેણે ગર્જના કરી.
‘હે પુત્રઘાતક, મારા પુત્રનો, કે જે સાધના કરતો હતો, તેનો વધ કરીને તું પણ તેની પાસે જા, રાંકડા વિરાધની મૈત્રીથી તું તારી રક્ષા નહીં કરી શકે. પરલોકની યાત્રા માટે તૈયાર થઈ જા.'
અરે મદાંધ ખર, ત્રિશિર તારો જ અનુજ હતો ને? તારા પુત્રને મળવા તે આતુર હતો... તો મેં તેને તેની પાસે મોકલી દીધો! હવે તારી ઇચ્છા જો ભાઈ અને પુત્રને મળવાની હોય તો તને પણ ત્યાં મોકલવા આ ધનુષ્ય સાથે હું તૈયાર જ ઊભો છું! હે મૂઢ! તારો પુત્ર તો મારા પ્રમાદથી મરાયો હતો, જેમ ચાલતાં અજાણતાં પગ નીચે કુંથુઓ ચગદાઈ જાય તેમ, ત્યાં મારું કોઈ પરાક્રમ ન હતું! પરાક્રમ તો આજે તું જોઈશ. હું તારું તર્પણ યમરાજને કરીશ ત્યારે યમરાજ પણ મારા પરાક્રમ પર ઓવારી જશે! તું તારી જાતને સમર્થ સુભટ સમજે છે ને?’
ખર લક્ષ્મણજી પર તૂટી પડ્યો. તેના હજાર સુભટોએ એકસામટો ધસારો કર્યાં. વિરાધે પોતાના સૈન્ય સાથે ખરના સૈન્યમાં ધૂસી જઈ, ઘાસની જેમ શત્રુઓને કાપવાની આજ્ઞા કરી અને પોતે લક્ષ્મણજીનો અંગરક્ષક બની રથની ચારે કોર પોતાના અશ્વને ઘુમાવો શત્રુઓના પ્રહારોને વિફલ કરવા લાગ્યો હતો.
ખરે પોતાના રથને લક્ષ્મણજીના રથ સાથે ભિડાવી દીધો અને શસ્ત્રોના સખત પ્રહાર કરવા લાગ્યો. લક્ષ્મણજીના એક એક તીરને નિષ્ફળ બનાવતો; વળતા હુમલા કરી લક્ષ્મણજીને હંફાવવા લાગ્યો. બીજી બાજુ વિરાધના સૈન્યે ખરના સૈન્યમાં હાહાકાર મચાવી દીધો. વિરાધ પોતાના સૈનિકોનો જુસ્સો વધારતો, સૈન્યમાં ઘૂસી ગયો અને બે હાથમાં લાંબી તલવારો ઘુમાવતો, ખેડૂત ધાસ કાર્પે તેમ શત્રુનાં શિર ધડથી જુદાં કરવા લાગ્યો.
આકાશમાં દેવવાણી થઈ:
‘વાસુદેવ જેવા અજેય શક્તિશાળીની સામે ખરનું પરાક્રમ ખરેખર, પ્રતિવાસુદેવ કરતાં પણ અધિક છે!’
ખરે પોતાના રથને ઘુમાવ્યો અને લક્ષ્મણજીની અડોઅડ આવી ગયો ને
For Private And Personal Use Only