Book Title: Jain Ramayana Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 337
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯૬ પાતાળલંકામાં ખડગનો એક ભયંકર પ્રહાર લક્ષ્મણજી ઉપર કર્યો, પરંતુ લક્ષ્મણજીએ વળતો. પ્રહાર કરી ખરના ખડગને તોડી નાંખ્યું. - લક્ષ્મણજીને વિષાદ થયો; “શત્રના વધમાં આટલો વિલંબ મારા માટે લજ્જાસ્પદ છે.' લક્ષ્મણજી અચાનક છલંગ મારી ખરના રથમાં કૂદી પડ્યા અને કટારીના એક જ પ્રકારે ખરનો શિરચ્છેદ કરી નાંખ્યો. ખરનો ભાઈ દૂષણ બચેલું સૈન્ય લઈ ભાગી નીકળ્યો. વિરાધ લક્ષ્મણજી પાસે આવી પહોંચ્યો. વિરાધનું સૈન્ય પણ વિજયનો આનંદ અનુભવતું, લક્ષ્મણજીનો જય જયકાર કરતું આવી ગયું. પરંતુ લક્ષ્મણજીની વામ-ચક્ષુ રાયમાન થવા લાગી. તેમનું હૃદય કોઈ અશુભની શંકાથી કંપી ઊઠ્યું. મનોમન તેમણે આર્યપુત્ર અને મૈથિલીનું શુભ ચિંતવ્યું. ૦ ૦ ૦ ગુફાનું શૂન્ય પ્રાંગણ. વૃક્ષ નીચે લોહીભીનું જટાયુ પક્ષી. અને સીતા વિનાના એકલવાયા રામ. લક્ષ્મણજીને ઘોર વિષાદ થયો. તેઓ શ્રી રામની સામે આવી નિઃશબ્દ સ્તબ્ધ બની ઊભા રહી ગયા. વિરાધ કઈ સમજી શકતો નથી. યુગપુરુષોના વિષાદના કારણને તે સમજી શકતો નથી. તે દૂર ઊભો રહી ગયો. શ્રી રામની દૃષ્ટિ આકાશ તરફ મંડાયેલી હતી. તેમનું મુખ સુકાયેલી અશ્રુધારાથી વિષાદપૂર્ણ હતું. તેઓ બોલ્યા: હે વનદેવતા, હું વનમાં ભટક્યો, સીતાને શોધી, મેં જાનકીને ન જોઈ. હે વનદેવતા, શું તમે પણ જાનકીને નથી જોઈ? કહો વનદેવતા, જાનકીને કોણ લઈ ગયું? હાય, ભૂત અને પશુઓથી ભરેલા ભીષણ વનમાં એકાકિની સીતાને મૂકી લક્ષમણ પાસે ગયો અને હજારો રાક્ષસ સુભટોની વચ્ચે એકાકી લક્ષ્મણને મૂકી પુનઃ હું અહીં આવી ગયો. ધિક્કાર હો દુષ્ટબુદ્ધિ એવા મને. હે સીતે, પ્રિય, મેં તને નિર્જન અરણ્યમાં કેમ મૂકી દીધી. હા વત્સ લક્ષમણ, યુદ્ધના સંકટમાં મેં તને છોડી દીધો.” શ્રી રામ મૂચ્છિત થઈ ભૂમિ પર ઢળી પડ્યા. પક્ષીઓએ કરુણ આક્રંદ કર્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358