________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
પાતાળલંકામાં શ્રી રામ નિરાશ થઈ ગયા. લક્ષ્મણજી મૌન હતા, ત્યાં વિરાધે શ્રી રામને કહ્યું: “સ્વામિ' નિરાશ ન થાઓ. “અનિર્વેદો શ્રિયો મૂલમ્' ઉત્સાહ સંપત્તિનું મૂળ છે. આપ ઉત્સાહ રાખો. હું આપનો સેવક છું; આપની સેવામાં તત્પર છું. આપ પાતાલલંકા પધારો. પાતાલલંકામાં મને પ્રવેશ કરાવી દો. ત્યાં સીતાજીની ભાળ મેળવવી સુલભ બનશે.
લક્ષ્મણજી બોલ્યા: વિરાધનું કહેવું ઉચિત છે. પાતાલલંકામાં રહીને સીતાજીની તપાસ કરવી-કરાવવી સરળ બનશે અને વિરાધનો રાજ્યાભિષેક પણ થઈ જશે.'
શ્રી રામે વાત માન્ય કરી.
સૈન્ય સાથે શ્રી રામ, લક્ષ્મણ અને વિરાધે દંડકારણ્યમાં પ્રયાણ કર્યું. ક્રમશ: તેઓ પાતાલલંકાની સીમમાં પ્રવેશ્યા.
પાતાલલેકામાં ખરનો પુત્ર “સુંદ’ વિશાળ સૈન્ય સજીને બેઠો હતો. તેને સમાચાર મળી ગયા હતા કે વિરાધ પાતાલલંકાનું રાજ લેવા ક્યારેક આવશે જ!
સુંદે વિરાધ પર સખત હુમલો કરી ઘોર સંગ્રામ ખેલવા માંડ્યો. વિરાધે સુદનો ઘાટ ઉતારવા માટે મરણિયા બની ઝઝૂમવા માંડ્યું. બંને સૈન્યો વચ્ચે તુમુલ યુદ્ધ મચી ગયું. ચન્દ્રનખા પણ પુત્રરક્ષા માટે સુંદના રથમાં ગોઠવાયેલી હતી. તેણે વિરાધના સૈન્યની મોખરે શ્રી રામ, લક્ષ્મણજીને જોયા. તે ભયથી ફફડી ઊઠી. તેણે સુંદને કહ્યું:
બેટા, તારા પિતાજીને અને તારા ભાઈને યમલોકમાં પહોંચાડનાર લક્ષ્મણ વિરાધના પક્ષે છે, માટે યુદ્ધ કરવામાં સાર નથી. “જીવતો નર ભદ્રા પામે,' માટે આપણા બચેલા સૈન્ય સાથે લંકામાં તારા મામાને શરણે જવું એ જ ઉચિત છે.”
સુદ પૂરા જુસ્સાથી, પરાક્રમ બતાવતો લડી રહ્યો હતો. પિતા અને ભાઈના વધની બદલો લેવાના તેના કોડ હતા. માતાનાં વચનો સાંભળી તે અકળાઈ ઊઠ્યો:
“મા, આ યુદ્ધના ખેલ છે, તું આમાં વચ્ચે ન આવે તો સારું. લક્ષ્મણના પરાક્રમને હું જોઈ તો લઉં.'
બેટા, ચૌદ હજાર સુભટો અને તારા પ્રબળ પરાક્રમી પિતા, એમની સામે એકલા હાથે ઝઝૂમનાર અને વિજય મેળવનાર લક્ષ્મણના પરાક્રમને શું હજુ જોવાનું બાકી છે? વળી શ્રી રામ પણ જો, દૂર ઊભા સંગ્રામને નિહાળી રહ્યા છે. એમનો પ્રભાવ તો ગજબ જ છે. માટે જલદી અહીંથી ખસી જવું એ હિતકારી છે.
For Private And Personal Use Only