________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦
આફતના ઓળા
આ સંસારની એક વ્યાપક પરિસ્થિતિ છે. ભવિષ્યની આશાઓ, કલ્પનાઓ અને મનોરથો, જીવ કરતો રહે છે, કુકર્મો તેના પર પાણી ફેરવે છે! જીવ પછી કલ્પાંત કરતો, માથાં પછાડતો ભલે ભાગ્યને ધિક્કારે કે કર્મોની નિંદા કરે!
ચન્દ્રનખા દંડકારણ્યમાં, પુત્રના સાધના-સ્થળે આવી પહોંચી. પૂજનસામગ્રીનો થાળ એક સ્વચ્છ ભૂમિ-ભાગ પર મૂકી, તે વાંસની જાળમાં પ્રવેશી. તેણે વટવૃક્ષની ડાળે લટકતા, રુધિર-નીતરતા પુત્રના ધડને જોયું, નીચે ધૂળમાં પડેલા, લોહીથી રંગાયેલા શિરને જોયું. તેનું કાળજું કંપી ઊઠ્યું. તેની આંખો સ્તબ્ધ બની ગઈ. તેના પગ કાંપવા લાગ્યા. તેના મુખમાંથી ચીસ નીકળી ગઈહા પુત્ર, હા શંબૂક બેટા, તારું શું થયું? કોણે તારો વધ કર્યો? અરે, પુત્ર તું ક્યાં ચાલ્યો ગયો? શંબૂકનું કપાયેલું મસ્તક પોતાના ખોળામાં લઈ ભયંકર દંડકારણ્યને પણ કરુણ વિલાપથી કોમળ બનાવી દીધું.
થોડી ક્ષણો પૂર્વે જે હ્રદયમાં ઉમંગ, ઉત્સાહ અને મનોરથો ઊછળતા હતા, તે જ હૃદયમાં આક્રંદ, વિલાપ અને શોકની કાલિમા છવાઈ ગઈ. ઉમંગ ઓસરી ગયો. ઉત્સાહ ભાંગી ગયો ને મનોરથોના ટુકડા થઈ દંડકારણ્યની ધૂળમાં દફનાઈ ગયા.
ચન્દ્રનખાના મનમાં પ્રશ્ન ઊઠ્યો: ‘અહીં કોણ આવ્યું હશે? કોણે માર પુત્રનો વધ કર્યો?' તેણે પુત્રના મસ્તકને પૂજનના થાળમાં મૂક્યું અને આજુબાજુ ભૂમિ પર કોઈ પદચિહ્ન દેખાય છે કે નહીં, તે જોવા લાગી.
દૂરથી લક્ષ્મણજીએ ચન્દ્રનખાને આવતી જોઈ. ચન્દ્રનખાએ પણ વૃક્ષની છાયામાં ઊભેલા શ્રીરામને, લક્ષ્મણજીને અને સીતાજીને જોયાં. તે ઊભી જરહી ગઈ. શ્રીરામને જોઈ જરહી. શ્રીરામ!
કામદેવને પણ હરાવે તેવું રૂપ!
ચન્દ્રનખા એ રૂપ ઓવારી ગઈ. તેના અંગેઅંગે અનંગ વ્યાપી ગયો. શ્રી રામને આલિંગન દેવા તે દોડી આવી. તેણે નવયૌવનાનું રૂપ બનાવ્યું.
ચન્દ્રનખા એટલે લંકાપતિ રાવણની બહેન! રૂપ પરિવર્તનની વિદ્યાશક્તિ તેની પાસે હતી.
અહો! કેવો કામનો આવેશ છે! પુત્રવધના શોકથી વિલાપ કરતી ચન્દ્રનખા હજુ પુત્રનું મડદું પણ પડ્યું છે, ત્યાં શ્રી રામને જોઈ ભોગની વાસનામાં સપડાઈ.
શોકના વાતાવરણમાં પણ કેવી કામવાસના
For Private And Personal Use Only