________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
;િ 9. સીતાનું અપહરણ “આર્યપુત્ર, વત્સ લક્ષ્મણ સંકટમાં છે, અન્યથા સિંહનાદ કરે નહીં. આપ વિલંબ ન કરો. ત્વરાથી વત્સ લક્ષ્મણની સહાયે પહોંચી જાઓ.’
દેવી, સિંહનાદ સંભળાય છે, પરંતુ મને સમજાતું નથી કે જગતમાં અદ્વિતીય બલી લક્ષ્મણને સંકટ કેવી રીતે હોઈ શકે? લક્ષ્મણ અને સંકટ? ન સમજાય એવી વાત છે.”
આર્યપુત્ર, અત્યારે લાંબું વિચારવાનો સમય નથી. લક્ષ્મણ સંકટમાં છે તેથી આપ શીધ્ર પધારો.' શ્રીરામ દ્વિધામાં પડ્યા. સીતાજીનો વલોપાત લક્ષ્મણજી પ્રત્યેના વાત્સલ્યથી ખૂબ વધી ગયો હતો. શ્રી રામે ધનુષ્ય હાથમાં લીધું અને લક્ષ્મણજી તરફ દોડી ગયા.
રાવણ નાચી ઊઠ્યો. ધીરેથી વૃક્ષઘટાની બહાર આવ્યો. સીતાજી ગુફાના વારે ઊભાં હતાં. તેમની દૃષ્ટિ તે દિશામાં હતી કે જે દિશામાં લક્ષ્મણજી યુદ્ધ ખેલી રહ્યા હતા. રાવણ ધીરે પગલે સીતાજીની પાછળ જઈ પહોંચ્યો. સીતાજીને કમરના ભાગેથી પકડ્યાં અને વીજળી-વેગે ઉપાડીને દોડ્યો... પુષ્પક વિમાનમાં ચઢાવી દીધાં...
અણધારી, અચાનક આવી પડેલી આપત્તિથી સીતાજી ડઘાઈ ગયાં. તેમણે રાવણને જોયો. પોતાનું અપહરણ કોઈ કરી રહ્યું છે એ કલ્પનાથી તે રડી. પડ્યાં. કરુણ કલ્પાંત કરવા લાગ્યાં. સીતાજીના રુદનથી ગુફાની પાસે વૃક્ષ પર રહેલું જટાયુ પક્ષી ચમકી ઊઠ્યું. તેણે જોયું તો રાવણ સીતાજીને પુષ્પક વિમાનમાં નાખી ઉપાડી જવાનો પ્રયત્ન કરતો હતો, તે વિશાળકાય પક્ષી ત્વરાથી ઊડીને આવ્યું.
સ્વામિની, હું અહીં જ છું, ડરો નહીં. ઓ નિશાચર! અધમ પુરુષ, તું ઊભો રહે.” જટાયુએ રાવણ પર સખત હુમલો કરી, પોતાની તીક્ષ્ણ ચાંચથી અને હાથપગના તીા નખોથી રાવણની છાતીને છોલી નાખી. દુષ્ટ રાવણે તરત તલવારથી જટાયુની પાંખો કાપી નાખી. જટાયું જમીન પર પડ્યું. રાવણે પુષ્પક વિમાનને આકાશમાર્ગે ગતિશીલ કરી દીધું.
સીતાજીના છાતી ફાટ રુદનથી દંડકારણ્ય ભયભીત બની ગયું. “હા લક્ષ્મણ..હા તાતપાદ જનક... હા ભાઈ ભામંડલ! આ તમારી સીતાને કોઈ દુષ્ટ હરી જાય છે. આવો, મને બચાવો... મને આ અધમ, નિશાચર પાપાત્માથી બચાવો.' સીતાજી ઊંચા સ્વરે રડી રહ્યાં હતાં. પણ શું કરે?
For Private And Personal Use Only