________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮
સીતાનું અપહરણ
ખસેડી લીધા. પરપુરુષના સ્પર્શથી સતી સ્ત્રીઓ ડરતી હોય છે. સીતાજીએ સિંહણની જેમ ગર્જના કરી.
‘નિર્લજ્જ ! નિષ્ઠુર! પરસ્ત્રીની કામનાનું ફળ તને અલ્પ સમયમાં જ મળશે. દુષ્ટ, તારા આ પાપની શિક્ષા શ્રી રામ અને લક્ષ્મણ તને ક૨શે, દૂર રહેજે. જો જરા પણ આગળ વધ્યો છે, તો કાળના મુખમાં ધકેલાઈ જઈશ.’
પુષ્પક વિમાન લંકાના સીમાડામાં પ્રવેશ્યું. લંકાના મહામંત્રીઓ સારણ વગેરે લંકાપતિનું સ્વાગત કરવા સામે આવ્યા. સામંતરાજાઓ અને નગરશ્રેષ્ઠીઓ પણ આવી પહોંચ્યા. લંકાની પ્રજાએ રાવણનું સ્વાગત કર્યું.
સીતાજીએ ઉચ્ચ સ્વરે પ્રતિજ્ઞા કરી :
‘જ્યાં સુધી શ્રી રામ તથા લક્ષ્મણના ક્ષેમ-કુશળના સમાચાર નહીં મળે ત્યાં સુધી ભોજન નહીં કરું.'
‘દેવી, દેવી, આ શું કર્યું? હવે એ વનભટકું સંન્યાસીઓનું તમારે શું પ્રયોજન છે? આ સેવક તમારી સેવામાં તત્પર છે. આવી પ્રતિજ્ઞા ન હોય.’
‘મારી પ્રતિજ્ઞા અફર છે.’ સીતાજીએ મક્કમતાથી કહ્યું. લંકાની પૂર્વ દિશામાં ‘દેવ૨મણ’ ઉદ્યાન આવેલું હતું. જે ઉદ્યાનમાં લંકાની ધનાઢ્ય ઘરની સ્ત્રીઓ જ પ્રવેશ કરી શકતી હતી. દેવોનાં ઉદ્યાનોને પણ ભુલાવી દે તેવું એ અનુપમ ઉઘાન હતું. રાવણે સીતાજીને ‘દેવ૨મણ' ઉદ્યાનમાં રાખવાનો નિર્ણય કર્યો. ‘ત્રિજટા’ દાસીને બોલાવી આજ્ઞા કરી:
‘મૈથિલી સીતાને દેવરમણ ઉદ્યાનમાં અશોક વૃક્ષની નિકુંજમાં રાખો. તારે મૈથિલીની સેવામાં રહેવાનું. ઉદ્યાનનાં દ્વારો પર સશસ્ત્ર સુભટોને ગોઠવી દો.’
લંકાપતિની આજ્ઞાનું તરત પાલન થયું. સીતાજીને દેવરમણ ઉદ્યાનમાં અશોકવૃક્ષની છાયામાં રાખવામાં આવ્યાં, રાવણ જાતે બધી વ્યવસ્થા ગોઠવી, પોતાના આવાસમાં ચાલ્યો ગયો.
પરંતુ રાવણના દિલમાં શાંતિ ન હતી. કામવાસના તેને સતાવી રહી હતી. હજારો રાણીઓનું અંતઃપુર હોવા છતાં તેની વાસના સંતોષાતી ન હતી. તેના દિલમાં ‘સીતા’નો જાપ ચાલી રહ્યો હતો. તેને સીતા પર બલાત્કાર કરવો ન હતો અને સીતાને પોતાની રાણી બનાવવી હતી. તેણે દંડકારણ્યથી લંકાના માર્ગમાં સીતાજીને આજીજી, પ્રાર્થના કરવામાં જરાય કમી રાખી ન હતી. તે સીતાજીના પગમાં પડી ગયો હતો.
For Private And Personal Use Only