________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9૮. આતના ઓળા
પાતાલલંકા. લંકાપતિ રાવણના બનેવી ખર-વિદ્યાધરની રાજધાની.
ખર વિદ્યાધરની પટરાણી ચન્દ્રનખાએ બે પુત્રોને જન્મ આપ્યો હતો. એકનું નામ શબૂક અને બીજાનું નામ સુંદ. બંને રાજકુમારું યૌવનમાં આવ્યા. તેઓ અનેક કલાઓના સ્વામી બન્યા. શંબૂક ખૂબ મહત્ત્વાકાંક્ષી રાજપુત્ર હતો. તેની “સૂર્યહાસ ખડગ' સિદ્ધ કરવાની તમન્ના હતી. તેણે પિતાને નિવેદન કર્યું.
પિતાજી હું સૂર્યહાસ ખડગની સાધના કરવા ચાહું છું. તે સાધના કરવા હું દંડકારણ્યમાં જવા માગું છું.'
“પુત્ર, સૂર્યહાસ ખડગની તું સાધના કરે, તેમાં હું સંમત છું. પરંતુ દંડકારણ્યમાં જવાની વાતમાં હું સંમત નથી.
ત્યાં ચન્દ્રનખા પણ આવી પહોંચી, દંડકારણ્યમાં જવાની કોણ વાત કરે છે?' તારો પુત્ર.'
ના બેટા, દંડકારણ્ય ઘણું બિહામણું અને ભયંકર વન છે. ત્યાં નથી જવાનું. તારે સાધના કરવી હોય તો બીજા કોઈ વનમાં જા.' ચન્દ્રનખાએ ખૂબ સ્નેહથી સંબૂકને કહ્યું.
મા, તું આટલી કાયર છે? તને તારા પુત્રના પરાક્રમમાં વિશ્વાસ નથી? સાહસ વિના સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. માટે તમે નિષેધ ન કરો. દંડકારણ્યમાં જવાનો મારો નિર્ણય અફર છે.”
માતા-પિતાનો વાર્યો શબૂક ન રોકાયો અને દંડકારણ્યમાં પહોંચ્યો. વાંસના વનમાં પ્રવેશ્યો. એક વટવૃક્ષ પસંદ કર્યું. તેણે ઘોષણા કરી:
જે કોઈ મારી સાધનામાં વિઘ્ન કરશે, તેને હું હણીશ.' ત્યાર બાદ તેણે પોતાના બે પગ વટવૃક્ષના શાખા સાથે બાંધી દીધા અને અધોમુખ લટકી પડ્યો. તેણે “સૂર્યહાસ ખડગની' વિદ્યાનો જાપ જપવો શરૂ કર્યો. બાર વર્ષ અને સાત દિવસની આ સાધના હતી. શંબૂક જિતેન્દ્રિય અને બ્રહ્મચારી હતો. વિશુદ્ધ મનથી એણે સાધના આરંભી દીધી.
વર્ષો વીતવા લાગ્યાં. શંબૂક કોઈ પણ સ્કૂલના વિના અપૂર્વ ધર્યથી વિદ્યાને સિદ્ધ કરી રહ્યો હતો.
For Private And Personal Use Only